Gujarat News Today: આજે 29 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?
Gujarat News Today: રાજ્યભરમાં આજે વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ઘટનાઓ અને વિકાસ કાર્યોની ગતિવિધિઓ જોવા મળી રહી છે. ગીરના સિંહોના સ્વાસ્થ્યથી લઈને સરહદી સુરક્ષા અને ઉદ્યોગ જગતના કાર્યક્રમો સુધીની વિગતો આજે ચર્ચાના કેન્દ્રમાં રહી છે.
'બેબીસિયા' રોગચાળાને મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા કરશે પ્રેસ કોન્ફરન્સ
ગીર સિંહ અભ્યારણમાં સિંહોમાં ફેલાયેલા 'બેબીસિયા' રોગચાળાને લઈને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવાયેલા પગલાંઓની વિગતવાર માહિતી આપશે.
જગદીશભાઈ વિશ્વકર્માનો કાર્યક્રમ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આજે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ટેક્સટાઈલ એક્ઝિબિશન 'FABEXA-11' ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
વટવામાં મળેલી લાશ મામલે પોલીસ આરોપીઓને કરશે રજૂ
અમદાવાદના વટવા વિસ્તારમાં ગત 27મી તારીખે હાથ-પગ બાંધેલી હાલતમાં મળેલી લાશના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ હત્યામાં મૃતકના મિત્રોની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી મળી છે, અને પોલીસ આજે તમામ આરોપીઓને જાહેરમાં રજૂ કરશે.
અમિતભાઈ શાહ આજે કચ્છની મુલાકાતે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે કચ્છની મુલાકાતે છે. તેઓ ભુજ ખાતે BSFના જવાનો સાથે સંવાદ કરશે અને હરામીનાડા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આગામી સમય માટે ખાસ આગાહી કરી છે, જેમાં રાજ્યમાં 'બેવડી ઋતુ'નો અનુભવ થશે. આજે અમદાવાદમાં ગરમીને પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. હવામાનના આંકડા મુજબ સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી, અમદાવાદમાં 44.4 ડિગ્રી, રાજકોટમાં 43.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot News : સોની બજારના કોમ્પલેક્સમાં લાગી ભીષણ આગ,આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ


