India-Pakistan War Gujarat on Alert : ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં તંત્ર એલર્ટ, જાણો શું કરી છે તૈયારી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એલર્ટ રહેવા આપી સૂચના
- સરહદીય જિલ્લાની સ્થિતિ પર નજર રાખવા સૂચના
- SEOC ખાતે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક
India-Pakistan War Gujarat on Alert : ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતમાં તંત્ર એલર્ટ પર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એલર્ટ રહેવા સૂચના આપી છે. તથા સરહદીય જિલ્લાની સ્થિતિ પર નજર રાખવા સૂચના આપી છે. SEOC ખાતે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રીએ સાવચેતીના પગલા ભરવા સૂચનાઓ આપી છે. હુમલાની શક્યતાને પગલે ગુજરાત આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે.
India- Pakistan War : 9 મે 2025ની સવારની સવાર Pakistan માં ભયાનક તબાહી | Gujarat First https://t.co/twc2vZ0TBw
— Gujarat First (@GujaratFirst) May 9, 2025
જામનગરની જીજી સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ
જામનગરની જીજી સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીઓ થઇ છે. હોસ્પિટલમાં વધુ બેડ, દવાઓ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ડોક્ટર અને સપોર્ટિંગ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. પોરબંદર, જામનગર અને દ્વારકામાં 75 એમ્બ્યુલન્સ મોકલાઈ છે. બનાસકાંઠા અને કચ્છમાં પણ એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. ગુજરાતમાં મંદિરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં સોમનાથ, દ્વારકા, અંબાજી મંદિરની સુરક્ષા વધારાઈ છે. મંદિર અને આસપાસના વિસ્તારોમાં વધારાની ટીમ મુકાઈ છે. તેમજ કચ્છના સીરક્રિક નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યુ છે. તથા કચ્છમાં બ્લેકઆઉટના સમયગાળા દરમિયાન હુમલો થયો છે.
કચ્છમાં હાઈએલર્ટને પગલે મુંદ્રા અદાણી પોર્ટ બંધ કરાયું
કચ્છમાં હાઈએલર્ટને પગલે મુંદ્રા અદાણી પોર્ટ બંધ કરાયું છે. તેમજ કચ્છ બાદ પાટણના સરહદીય વિસ્તારોમાં બ્લેકઆઉટ છે. પાટણના સાંતલપુરમાં 13 ગામમાં હાલ બ્લેકઆઉટ કરાયું હતું. બનાસકાંઠાના સુઈગામ તાલુકાના 12 ગામ બ્લેક આઉટ કર્યા છે. સુઈગામ અને વાવ તાલુકાના કુલ 24 ગામમાં બ્લેક આઉટ છે. તથા વહેલી સવારે ચાર કલાકથી જામનગરમાં બ્લેકઆઉટ છે. આપાતકાલીન જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર છે. જેમાં રાત્રિ દરમિયાન કલેકટર, કમિશનર અને એસપી હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 9 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?