Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Police : ગેરકાયદે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન

ગેરકાયદે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન શરૂ થયુ છે. ખાસ વિમાન મારફતે ઘૂસણખોરોને અગરતલા જઇ જવાયા
gujarat police   ગેરકાયદે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન
Advertisement
  • 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કર્યા
  • ખાસ વિમાન મારફતે ઘૂસણખોરોને અગરતલા જઇ જવાયા
  • અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા

Gujarat Police : 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કર્યા છે. ગેરકાયદે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન શરૂ થયુ છે. ખાસ વિમાન મારફતે ઘૂસણખોરોને અગરતલા જઇ જવાયા છે. અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા છે. ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા હોવાની ખરાઇ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. એકથી વધુ તબક્કામાં કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ગુજરાત પોલીસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન છે

ગુજરાત પોલીસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન છે. જેમાં 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કર્યા છે. અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન છે. ગેરકાયદે હોવાની ખરાઈ બાદ એકથી વધુ તબક્કામાં મિશન હાથ ધરાયું છે. અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મૂકાયા છે. પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત પોલીસે અમદાવાદ, સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશી ઝડપી પાડ્યા હતા.

Advertisement

અમદાવાદમાંથી 800 જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા

અમદાવાદમાંથી 800 જયારે સુરતમાંથી 134 બાંગ્લાદેશીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા તમામના દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને તેમની પાસે મળેલા દસ્તાવેજોના આધારે તેઓ ગેરકાયદે રહે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. તેમજ સુરતમાં 134 માંથી 90 વ્યકિતઓ ગેરકાયદે હોવાનું તપાસમાં ખૂલ્યુ હતુ. અમદાવાદમાં પણ 200 થી વધુ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ પછી બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ગુપ્તરીતે એરક્રાફટથી અલગ અલગ રીતે 300 થી વધુ બાંગ્લાદેશીઓને ત્યાં છોડી દેવાયા છે.

Advertisement

આ પણ વાંચો: Uttarakhand : ઉત્તરકાશીમાં મોટો અકસ્માત, ગંગોત્રી જઈ રહેલું હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત

Tags :
Advertisement

.

×