Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPS થી GPS સુધી એક જ સ્થિતિ, Gujarat Police માં બઢતી મળે પણ સ્થાન નથી બદલાતું

છેલ્લાં કેટલાંક મહિનાઓ બઢતી બાદ બદલીની રાહ જોઈ રહેલાં અધિકારીઓ પૈકીના મોટાભાગના સુષુપ્ત અવસ્થામાં છે અને કેટલાંકે ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે.
ips થી gps સુધી એક જ સ્થિતિ  gujarat police માં બઢતી મળે પણ સ્થાન નથી બદલાતું
Advertisement

વર્ષ 2017માં Gujarat Police દળમાં ફરજ બજાવતા 21 DySP ને SP તરીકે બઢતી આપી યથાવત્ સ્થાને રાખવાની શરૂઆત થઈ હતી. રાજ્ય ગૃહ વિભાગે (Home Department Gujarat) કરેલી શરૂઆત હવે પરંપરા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. IPS અધિકારી હોય કે, GPS તેમને પ્રમોશન આપ્યાં બાદ ટ્રાન્સફર નહીં કરવાના અનેક દાખલાંઓ નોંધાયા છે. આ પરિસ્થિતિના કારણે છેલ્લાં કેટલાંક મહિનાઓ બઢતી બાદ બદલીની રાહ જોઈ રહેલાં અધિકારીઓ પૈકીના મોટાભાગના સુષુપ્ત અવસ્થામાં છે અને કેટલાંકે ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે. Gujarat Police નો વહીવટ સખળડખળ થયા પાછળનું મુખ્ય કારણ સમયસર નહીં લેવા તો નિર્ણય છે. અત્રે નોંધનીય છે કે, બઢતી બાદ બદલી નહીં થવાથી કેટલાંક અધિકારીઓના પગાર પણ અટવાઈ ગયાં છે.

પ્રમોશન બાદ એક ડઝન DIG ની બદલી નથી થઈ

SP to DIG Promotion મેળવનારા એક ડઝન અધિકારીઓ પૈકી વર્ષ 2010ની બેચના બે IPS અધિકારી નિર્લિપ્ત રાય (Nirlipt Rai) અને દિપક મેઘાણી (Dipak Meghani) છેલ્લાં દોઢ વર્ષથી અપગ્રેડ કરાયેલી પોસ્ટ પર નોકરી કરી રહ્યાં છે. આવી જ સ્થિતિ પહેલી જાન્યુઆરીએ DIG તરીકે બઢતી અપાયેલા વર્ષ 2011ની બેચના અધિકારીઓની છે. હિતેશ જોયસર (Hitesh Joysar) તરૂણ દુગ્ગલ (Tarun Duggal) અને ગીરીશ પંડ્યા (G A Pandya) ડીઆઈજી તો બની ગયાં છે, પરંતુ તેમને અનુક્રમે સુરત ગ્રામ્ય, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લા એસપીના સ્થાને કામ કરવું પડે છે. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમના ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik), રેલવેમાં સરોજકુમારી,આર.વી.ચુડાસમા (SRP ગ્રુપ 9), સુરત શહેરમાં આર.પી.બારોટ, મરીન ટાસ્ક ફોર્સ આર.ટી.સુસરા, સુધા પાંડે્ય (SRP ગ્રુપ 13) અને કરાઈ એકેડમી સુજાતા મઝમુદાર (Sujata Mazmudar) ની પણ આવી જ સ્થિતિ છે.

Advertisement

DGP વિકાસ સહાયના વિલંબથી અનેક સમસ્યા

થોડાક મહિના અગાઉ ત્રણ તબક્કામાં 250 થી વધુ  PSI to PI Promotion અપાયા છે. ત્યારબાદ Gujarat HoPF Vikas Sahay એ મોડ થ્રીના 182 પીએસઆઈની રાજ્યભરમાં બદલી કરી. રાજ્યના જુદાજુદા શહેર અને જિલ્લામાં બઢતી મેળવનારા અને બદલી થઈને આવેલા PI અને PSI ને ક્યાં મુકવા તેને લઈને સમસ્યા સર્જાઈ હતી. બે મહિના થઈ ગયા હોવાથી આ સમસ્યા હવે વધુ વકરી છે. બઢતી બાદ બદલીમાં વિલંબ થતાં કેટલાંક PSI અને PI ને લીવ રિર્ઝવમાં મુકવાની સ્થિતિ આવી ગઈ છે. આ કારણસર કેટલાંક અધિકારીઓના પગારની સમસ્યા છે. બીજી તરફ અનેક જિલ્લાના પોલીસ વડા બઢતી પામેલા અને બદલી થઈને આવેલાં અધિકારીઓને ક્યાં નિમણૂક આપવી તેને લઈને ગૂંચમાં મુકાયા છે.

Advertisement

આ પણ વાંચોઃ Cyber Fraud ના નામે કરોડોનો તોડ કરનારા કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીના ભાગીદારની શોધ જારી

ગૃહ વિભાગે કરેલી શરૂઆત પરંપરા બની ગઈ

વર્ષ 2017માં Gujarat Police દળના 21 અધિકારીઓને DySP to SP તરીકે બઢતી આપીને મહિનાઓ સુધી જે-તે સ્થાને યથાવત્ રખાયાં હતાં. Home Department Gujarat એ મહિના અગાઉ 17 અધિકારીઓને DySP to SP Promotion આપ્યાં હતાં. જેમાં કે.ટી.કામરીયા અને બી.એચ.ચાવડાને નિવૃત્તિના દિવસે જ બઢતી મળી હતી. બાકીના 15 SP હાલ યથાવત્ સ્થાને ફરજ બજાવી રહ્યાં છે. ગૃહ વિભાગની જેમ હવે Gujarat DGP Office એ પીએસઆઈને પીઆઈનું યથાવત્ સ્થાને પ્રમોશન આપી પરંપરા બનાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ Air India પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા યુવાનની કેમ બબ્બે વખત થયા અંતિમ સંસ્કાર ?

Tags :
Advertisement

.

×