Gujarat Police : રાજકોટ, જામનગર, દ્વારકામાં મેગા ઓપરેશન, 42 ટાપુ પર તપાસનો ધમધમાટ
- રાજકોટ, જામનગર, દ્વારકામાં પોલીસનું મેગા ઓપરેશન (Gujarat Police)
- જામનગર અને દ્વારકાના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઇવ
- અનઅધિકૃત બાંધકામ, અજાણ્યા વ્યક્તિનાં પ્રવેશને લઇ તપાસ
- નિર્જન ટાપુઓનાં પ્રવેશ પર વહિવટી તંત્રે પ્રતિબંધ મૂક્યો
Gujarat Police : રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસરનાં બાંધકામ સામે સરકારે લાલ આંખ કરી છે. રાજકોટ (Rajkot), જામનગર, દ્વારકામાં પોલીસ તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જે હેઠળ જામનગર અને દ્વારકાનાં (Dwarka) 42 ટાપુ પર પોલીસે મેગા ડ્રાઇવ યોજી અનઅધિકૃત બાંધકામ અને અજાણ્યા વ્યક્તિઓનાં પ્રવેશ અંગે તપાસ આદરી હતી. વહીવટી તંત્રે નિર્જન ટાપુઓ પર પ્રવેશને લઈ પ્રતિબંધ મૂક્યો છે. આ ટાપુઓ પર SOG અને ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોને મોકલી તપાસ કરાઈ હતી.
આ પણ વાંચો - Dohod ની ઘટના બાદ કોંગ્રેસનાં સરકાર પર પ્રહાર, મહિલા સુરક્ષા અંગે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
જામનગર અને દ્વારકાનાં 42 ટાપુઓ પર પોલીસની મેગા ડ્રાઇવ
રાજકોટ, જામનગર (Jamnagar) અને દેવભૂમિ દ્વારકામાં પોલીસ તંત્રે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. જામનગર અને દ્વારકાનાં 42 ટાપુઓ પર પોલીસે મેગા ડ્રાઇવ યોજી હતી, જે હેઠળ ગેરકાયદેસરનાં બાંધકામ અને અજાણી વ્યક્તિઓનાં પ્રવેશ અંગે તપાસ હાથ ધરી હતી. વહીવટી તંત્રે નિર્જન ટાપુઓ પર અજાણી વ્યક્તિઓનાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. થોડા દિવસો પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું હતું. આવા ટાપુઓ પર ફરી SOG, ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું. ઉપરાંત, ડ્રોન મારફતે પણ ટાપુઓ પર તપાસ કરાઈ હતી. આગામી સમયમાં પણ ડ્રોન મારફતે વધુ ચેકિંગ હાથ ધરાશે.
આ પણ વાંચો - Dahod : સમાજને શર્મસાર કરતી ઘટનામાં પોલીસની કાર્યવાહી, 15 પૈકી 12 ની ધરપકડ
કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ફલેફુલે નહીં તે માટે પોલીસ સક્રિય
રાજ્યનાં નિર્જન ટાપુઓ પર ડ્રગ્સ, નાર્કોટિક્સને (Narcotics) લઈ ઘટનાઓ ન બને તે માટે પોલીસે ખાસ ડ્રાઇવ યોજી છે. સાથે જ કેટલાક ટાપુઓ પર અજાણી વ્યક્તિઓની પ્રવેશ બંધી જાહેર કરવામાં આવી છે. કારણ કે, ઘણા વિસ્તારો પાકિસ્તાનથી ખૂબ નજીક હોવાથી દેશની સુરક્ષા માટે ખૂબ મહત્ત્વના ટાપુ છે. કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ફલેફુલે નહીં તે માટે પોલીસ (Gujarat Police) ખૂબ સક્રિય છીએ. જે-જે આંતરિક સુરક્ષા માટે મુદ્દા જરૂરી હશે તે તમામ મુદ્દાઓ પર પોલીસ કામગીરી કરશે.
આ પણ વાંચો - મધ્યપ્રદેશનાં પૂર્વ MLA ના પુત્રની Ahmedabad માં ધરપકડ, ગુનો જાણો ચોંકી જશો!