Gujarat Police : સિનિયર IPS અધિકારીઓને જવાબદારી, પો. સ્ટે. વિઝિટ, અરજદારો સાથે મુલાકાત કરશે
- જિલ્લા પોલીસની કામગીરીનું હવે મોનિટરિંગ થશે (Gujarat Police)
- સિનિયર IPS અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી
- સિનિયર IPS અધિકારીઓ કામગીરીની સમીક્ષા કરશે
- દરેક જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા થશે, સ્થિતિ અંગે ગૃહ વિભાગ-DGP ને રિપોર્ટ સોંપશે
Gandhinagar : રાજ્ય પોલીસ બેડાની (Gujarat Police) કામગીરીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. જિલ્લા પોલીસની (District Police) કામગીરીનાં મોનેટરિંગ માટે સિનિયર IPS અધિકારીઓને (IPS Officers) જવાબદારી સોંપવામાં આવી છે. સિનિયર IPS અધિકારીઓ જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરશે. જિલ્લાની સ્થિતિ અંગે સીધો ગૃહવિભાગ (Home Department) અને DGP ને રિપોર્ટ સોંપવામાં આવશે. નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી છે.
Police Reform: પોલીસ સ્ટેશનમાં હવે સિનિયર IPS નું ચેકિંગ! ગૃહ વિભાગનો મોટો આદેશ, જાણો શું બદલાશે?@GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh #GujaratPolice #HomeDepartment #IPS #LawAndOrder #HarshSanghavi #PublicSafety #GujaratFirst #Governance #PoliceReform #Gandhinagar pic.twitter.com/FEAWv0et2d
— Gujarat First (@GujaratFirst) February 5, 2026
Gujarat Police, IPS અધિકારી જિ. પોલીસની કામગીરીનું મોનિટરિંગ કરશે
રાજ્યમાં પોલીસની (Gujarat Police) કામગીરીને લઈ સરકારનાં ગૃહ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે, જિલ્લા પોલીસની કામગીરીનું મોનિટરિંગ સિનિયર IPS અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. સિનિયર IPS અધિકારીઓ જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરશે. આ હેઠળ દરેક જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જિલ્લાની સ્થિતિ અંગે સીધો ગૃહ વિભાગ અને DGP ને રિપોર્ટ સોંપશે.
આ પણ વાંચો - Union Budget 2026 : ભારતની સુવર્ણ સિદ્ધિ હાંસલ કરનારું આ બજેટ છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ
નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા નિર્ણય
પ્રાપ્ત માહિતી અનુસાર, નાગરિકોની ફરિયાદોનું ઝડપી નિવારણ લાવવા માટે ગૃહ વિભાગ (Home Department) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અનુભવી IPS અધિકારીઓને અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. SP કચેરીઓ પર 23 સિનિયર IPS અધિકારી મોનિટરિંગ કરશે. જિલ્લામાં દરેક મહિને 2 દિવસ સિનિયર IPS વિઝિટ કરશે. સિનિયર IPS અધિકારી પોલીસ સ્ટેશનની પણ વિઝિટ કરશે. ઉપરાંત, અરજીઓ, અરજદારો સાથે મુલાકાત, દફતરે કરેલ અરજીઓની ચકાસણી પણ તેમના દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો - Singer Gabbar Thakor : સામાજિક બહિષ્કાર બાદ ગબ્બર ઠાકોર સાથે ગુજરાત ફર્સ્ટની Exclusive વાતચીત


