Gujarat Police : પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં અરજીઓનું વાવાઝોડું! હસમુખ પટેલે આપી ચોંકાવનારી માહિતી!
- ગુજરાત પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજી
- પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી
- ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી
ગુજરાત પોલીસ ભરતીને (Gujarat Police) લઈ મોટા સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલ (Hasmukh Patel) દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.
આ પણ વાંચો -Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!
લોકરક્ષક તથા પીએસઆઇ ભરતી માટે 154000 જેટલી અરજી કન્ફર્મ થઈ.
— Hasmukh Patel (@Hasmukhpatelips) September 10, 2024
Gujarat Police : પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર | Gujarat First@GujaratPolice @Hasmukhpatelips#gujaratpolice #hasmukhpatel #GujaratPoliceRecruitment #PoliceBharti #PhysicalTest #RecruitmentUpdate #GujaratPolice #HasmukhPatel #JobAspirants #PoliceJobs #GovernmentJobs… pic.twitter.com/DO920J4JJI
— Gujarat First (@GujaratFirst) September 10, 2024
આ પણ વાંચો -Vadodara : સોખડા સ્વામીના આપઘાત કેસમાં બે વર્ષ બાદ ફરિયાદ, કોર્ટે આપી આ મંજૂરી
પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી
ગુજરાત પોલીસ (Gujarat Police) ભરતી માટે અરજી કરવાનાં બીજાં તબક્કોનો અંતિમ દિવસ 9 સપ્ટેમ્બરે એટલે કે ગઈકાલે હતો. ત્યારે બીજા તબક્કાની સમય મર્યાદામાં મોટા પ્રમાણમાં અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ હસમુખ પટેલે (Hasmukh Patel) ટ્વીટ કરી માહિતી આપી છે કે પોલીસ ભરતીનાં બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. જણાવી દઈએ કે, ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન તબક્કાવાર શારીરિક કસોટી યોજાઈ શકે છે.
આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા આજે દેશભરમાં વિરોધના પડઘા