Gujarat Police: DGP વિકાસ સહાયને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે છેલ્લો દિવસ
- Gujarat Police: વિકાસ સહાયને વધુ એક એક્સ્ટેન્શન કે ગુજરાતને મળશે નવા DGP?
- 31મી ડિસેમ્બરે વિકાસ સહાયનું 6 મહિનાનું એક્સ્ટેશન પૂર્ણ થાય છે
- ગુજરાત પોલીસમાં 3 IPSના નામ નવા DGPની રેસમાં ચાલી રહ્યા છે
Gujarat Police: DGP વિકાસ સહાયને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે છેલ્લો દિવસ છે. વિકાસ સહાયને વધુ એક એક્સ્ટેન્શન કે ગુજરાતને મળશે નવા DGP? 31મી ડિસેમ્બરે વિકાસ સહાયનું 6 મહિનાનું એક્સ્ટેશન પૂર્ણ થાય છે. તેથી 3 IPSના નામ નવા DGPની રેસમાં ચાલી રહ્યા છે. જેમાં IPS ડો. કે.એલ.એન.રાઓ DGPની રેસમાં છે. તેમાં ડો.કે.એલ.એન. રાવ DGP ની રેસમાં સૌથી આગળ છે. તથા અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક DGPની રેસમાં સામેલ છે તથા ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યરત ડૉ. નિરજા ગોટરૂ (Dr. Neerja Gotaru) નું નામ પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે.
મુખ્ય દાવેદારો વિશે જાણો
1. ડૉ. કે.એલ.એન. રાવ (1993 બેચ, IPS): હાલમાં CID ક્રાઇમના વડા તરીકે ફરજ બજાવતા ડૉ. કે.એલ.એન. રાવ (Dr. K.L.N. Rao) DGP પદ માટેના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 1993 બેચના આ અધિકારી ઓક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે. તેમની પાસે લાંબો અનુભવ અને ક્લીન ઈમેજ હોવાથી તેઓ સરકારની પ્રથમ પસંદગી બની શકે છે.
DGP વિકાસ સહાયને મળેલા એક્સ્ટેન્શનનો આવતીકાલે છેલ્લો દિવસ
DGP વિકાસ સહાયને અપાયું હતુ 6 મહિનાનું એક્સ્ટેન્શન
વિકાસ સહાયને વધુ એક એક્સ્ટેન્શન કે ગુજરાતને મળશે નવા DGP?
31મી ડિસેમ્બરે વિકાસ સહાયનું એક્સ્ટેશન થાય છે પૂર્ણ
નવા DGPની રેસમાં ચાલી રહ્યા છે ત્રણ IPSના નામો
ડો. કે.એલ.એન… pic.twitter.com/T1VL3OtiK9— Gujarat First (@GujaratFirst) December 30, 2025
2. જી.એસ. મલિક (1994 બેચ, IPS): અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) નું નામ પણ આ રેસમાં ખૂબ જ ચર્ચામાં છે. 1994 બેચના અધિકારી જી.એસ. મલિક નવેમ્બર 2028માં નિવૃત્ત થશે. અમદાવાદ જેવા સંવેદનશીલ શહેરનો કાર્યભાર સંભાળવાનો તેમનો અનુભવ તેમને આ પદ માટે મજબૂત ઉમેદવાર બનાવે છે.
3. ડૉ. નિરજા ગોટરૂ (1993 બેચ, IPS): ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યરત ડૉ. નિરજા ગોટરૂ (Dr. Neerja Gotaru) નું નામ પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે. 1993 બેચના આ અધિકારી નવેમ્બર 2029માં નિવૃત્ત થશે. વહીવટી કુશળતા અને શિસ્તબદ્ધ કાર્યશૈલી માટે જાણીતા નિરજા ગોટરૂ પણ DGP પદની રેસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
1989 બેચના IPS અધિકારી છે વિકાસ સહાય
મહત્ત્વપૂર્ણ છે કે વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પોલીસ વિભાગમાં જોડાયા બાદ તેઓને ASP તરીકે ગોધરા ખાતે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. 1999માં તેઓ આણંદ જિલ્લાના એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્યના SP અને તે બાદ અમદાવાદમાં DCP (ઝોન-2 અને 3), સુરતમાં રેન્જ-1ના એડિશનલ CP અને જોઇન્ટ CP તરીકે પણ ફરજ બજાવી છે. દેશની પ્રથમ રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંસ્થાપક ડિરેક્ટર જનરલ પણ રહ્યા છે. વર્ષ 1998-99 દરમિયાન તેઓ બોસ્નિયા-હર્ઝેગોવિનામાં સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શાંતિ રક્ષક મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે, તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ તેમને બે સર્વોચ્ચ પોલીસ સમ્માન રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પણ મળ્યા છે.
આ પણ વાંચો: Bhavnagar: PM આવાસ યોજનાના સરકારી આવાસો ભાડે આપતા કાર્યવાહી


