ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Politics : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ટ્વીટ અને સરદારધામ મુદ્દે ડો. યજ્ઞેશ દવેએ આપ્યું મોટું નિવેદન!

BJP પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.
05:31 PM Nov 26, 2024 IST | Vipul Sen
BJP પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.
  1. ગૃહ રાજ્યમંત્રીના ટ્વીટ બાદ BJP પ્રવક્તાની પ્રતિક્રિયા (Gujarat Politics)
  2. ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસે કર્યુ : યજ્ઞેશ દવે
  3. સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કોંગ્રેસે કર્યુ : યજ્ઞેશ દવે
  4. સરદારધામ વિવાદ મામલે પણ આપ્યું નિવેદન

Gujarat Politics : ગુજરાત ભારતીય જનતા પાર્ટીનાં (Gujarat BJP) પ્રવક્તા ડો. યજ્ઞેશ દવેએ હાલ ચાલી રહેલા સરદારધામ વિવાદ અને ગૃહ રાજ્યમંત્રીનાં ટ્વીટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. સરદારધામ વિવાદ મામલે ડો. યજ્ઞેશ દવેએ (Dr. Yagnesh Dave) કહ્યું કે, આ આંતરિક મુદ્દો છે. કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરવા માગે છે. બીજી તરફ ગૃહરાજ્યમંત્રીના ટ્વીટ બાદ BJP પ્રવક્તાએ કહ્યું કે, ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસે કર્યુ છે.

કોંગ્રેસની નીતિ હંમેશાથી ગુજરાત વિરોધી રહી છે : યજ્ઞેશ દવે

ગુજરાતનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના (Harsh Sanghvi) ટ્વીટ બાદ BJP પ્રવક્તા ડો. યજ્ઞેશ દવે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલનું ( Sardar Vallabhbhai Patel) અપમાન કોંગ્રેસે કર્યું. રાહુલ ગાંધી કહે છે મોટી કંપનીઓ ગુજરાતમાં જ કેમ છે ? યજ્ઞેશ દવેએ આગળ કહ્યું કે, કોંગ્રેસની નીતિ હંમેશાથી ગુજરાત વિરોધી રહી છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં (Maharashtra Elections) જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. તેમણે કહ્યું કે, પ્રાંત વિરોધી નીતિ પર ચાલશે તો ભવિષ્યમાં નેસ્તનાબૂદ થઇ જશે.

આ પણ વાંચો - Maharashtra ચૂંટણીને લઈ હર્ષ સંઘવીના તીખા પ્રહાર! કહ્યું - ગુજરાત કોંગ્રેસના નેતાઓ ષડયંત્રમાં સામેલ હતા

'કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ કરવા માગે છે'

બીજી તરફ હાલ ચાલી રહેલા સરદારધામ વિવાદ (Sardardham Controversy) મામલે પણ BJP પ્રવક્તા ડો. યજ્ઞેશ દવેએ (Dr. Yagnesh Dave) નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ તેમનો આંતરિક મુદ્દો છે. આ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે, જે સત્ય હશે તે બહાર આવશે. આ સાથે તેમણે કોંગ્રેસને ફરી આડે હાથ લેતા કહ્યું કે, સરદારધામ મામલે પણ કોંગ્રેસ (Congress) રાજકારણ કરવા માગે છે. આ મુદ્દાની ગંભીરતા રાખવાને બદલે કોંગ્રેસ તેને રાજકીય રંગ આપવાની કોશિશ કરી રહી છે.

આ પણ વાંચો - PI વિરુદ્ધ ગુનો દાખલ પરંતુ ધરપકડ નહીં, સામાન્ય નાગરિકોના સરઘસ કાઢતી પોલીસ ક્યાં ગઇ???

ગૃહ રાજ્યમંત્રીના કોંગ્રેસ પર આકરા પ્રહાર!

જણાવી દઈએ કે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) સોશિયલ મીડિયા એકાઉન્ટ (એક્સ) પર એક પોસ્ટ કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું કે, કોંગ્રેસ અને તેના સાથી પક્ષોની ગુજરાત વિરોધી માનસિકતા છતી થઈ છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગુજરાતીઓની લાગણીનું અપમાન કર્યું જે નિંદનીય છે. કોંગ્રેસનાં આવા પ્રયાસોથી સ્પષ્ટ થાય છે કે તેઓ સમાજ અને રાજ્યોનાં નાગરિકોને વિભાજિત કરવાની રાજનીતિમાં માને છે. પરંતુ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં લોકોએ (Gujarat Politics) હંમેશા આ પ્રકારની રાજનીતિનો વિરોધ કર્યો છે.

શું છે સરદારધામ વિવાદ ?

બીજી તરફ, સરદારધામ મુદ્દાની વાત કરીએ તો પાટીદાર અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા (Jayanti Sardhara) પર ગઈકાલે જીવલેણ હુમલો થયો હતો. જયંતી સરધારાએ તેમના પર થયેલા આ જીવલેણ હુમલાનો આરોપ ખોડલધામ (Khodaldham) સાથે સંકળાયેલા અને જુનાગઢ PI સંદીપ પાદરિયા (PI Sandeep Padaria) પર લગાવ્યો હતો. ત્યાર બાદથી આ મામલે વિવાદ વકર્યો છે અને આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે.

આ પણ વાંચો - Rajkot : BJP નાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી પર જીવલેણ હુમલો, PI સામે ગંભીર આક્ષેપ

Tags :
Breaking News In GujaratiCongressDr. Yagnesh DaveGujarat BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarat PoliticsGujarati breaking newsGujarati NewsHarsh SanghviJayanti SardharaKhodaldhamLatest News In GujaratiMaharashtra ElectionsNews In GujaratiPatidar leaderPI Sandeep Padariarahul-gandhiSardar Vallabhbhai PatelSardardham Controversy
Next Article