Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Politics: સોમનાથમાં PM મોદી અને મંત્રી કૌશિક વેકરીયાની સૂચક મુલાકાત, વીડિયો વાયરલ!

Gujarat Politics: સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ' નિમિત્તે PM નરેન્દ્રભાઈ મોદી અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા વચ્ચેની સૂચક મુલાકાતનો વીડિયો વાયરલ થયો છે. PM દ્વારા ખાસ રોકાઈને કરવામાં આવેલી આ ચર્ચાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. યુવા મંત્રીના વધતા પ્રભુત્વ અને પીએમ સાથેની નિકટતાને લઈ રાજકીય તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
gujarat politics  સોમનાથમાં pm મોદી અને મંત્રી કૌશિક વેકરીયાની સૂચક મુલાકાત  વીડિયો વાયરલ
Advertisement
  • Gujarat Politics: PM મોદી અને મંત્રી કૌશિકભાઈ વેકરીયાની સૂચક મુલાકાત!
  • PM  અને મંત્રી કૌશિકભાઈ વેકરીયાની ચર્ચાનો વીડિયો વાયરલ
  • સોમનાથમાં સ્વાભિમાન પર્વ દરમિયાન થઈ હતી મુલાકાત

Gujarat Politics: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ભવ્ય ઉજવણી થઈ હતી. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયા (Minister Kaushikbhai Vekaria) વચ્ચેની એક ટૂંકી પણ અત્યંત સૂચક મુલાકાતે રાજ્યના રાજકારણ (Politics) માં ભારે ચર્ચા જગાવી છે. સોમનાથ (Somnath) માં આયોજિત વિવિધ કાર્યક્રમો અને શૌર્ય યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રી કૌશિકભાઈ વેકરીયા વચ્ચે થયેલી વાતચીતનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Gujarat Politics: સ્વાભિમાન પર્વ અને શૌર્ય યાત્રાનો માહોલ

સોમનાથ પર થયેલા આક્રમણોના ઈતિહાસ અને તેના પુનઃઉદ્ધારની ગાથાને ઉજવતા 'સ્વાભિમાન પર્વ' (Swabhiman Parv) દરમિયાન સોમનાથમાં ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) આ યાત્રાના સાક્ષી બન્યા હતા. 11 જાન્યુઆરીના કાર્યક્રમ દરમિયાન જ્યારે વડાપ્રધાન મહાનુભાવો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે ખાસ રોકાઈને મંત્રી કૌશિકભાઈ વેકરીયા (Kaushikbhai Vekaria) સાથે વાતચીત કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન અત્યંત સહજતાથી પણ ગંભીરતાપૂર્વક કૌશિકભાઈ સાથે કંઈક ચર્ચા કરી રહ્યા છે અને મંત્રી પણ તેમને માહિતી આપી રહ્યા છે.  જોકે શું ચર્ચા થઈ થઈ તેને લઈ લોકો અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે.

Advertisement

Advertisement

Gujarat Politics: રાજકીય ગરમાવો અને તર્ક-વિતર્ક!

કૌશિકભાઈ વેકરીયા (Kaushikbhai Vekaria) અમરેલીના યુવા ધારાસભ્ય (MLA) અને હાલ રાજ્ય મંત્રી (Minister of State) તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi)  જ્યારે પણ કોઈ યુવા નેતા સાથે આ રીતે જાહેરમાં ચર્ચા કરે છે, ત્યારે તેના રાજકીય સંકેતો ખૂબ ઊંડા માનવામાં આવે છે. રાજકીય વિશ્લેષકો આ મુલાકાતને આવનારા સમયમાં સંગઠન કે સરકારમાં કૌશિકભાઈ વેકરીયાના વધતા કદ તરીકે જોઈ રહ્યા છે. અમરેલી (Amreli) અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના રાજકારણમાં આ વીડિયોએ નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ‘આદિ શંકરાચાર્ય ગ્રંથાવલિ’નું વિમોચન, જુઓ શું કહ્યું?

Tags :
Advertisement

.

×