Gujarat : સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ
- ઉમેદવારો આજથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે
- ધો.1થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવશે
- 5 જૂનથી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવવાશે
Gujarat : સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ થઇ છે. જેમાં ઉમેદવારો આજથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ધો.1થી 5 માટે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે 5 જૂનથી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવાશે. ગુજરાત શિક્ષણ વિભાગે થોડા દિવસ પહેલા ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જ્યારે હવે શિક્ષણ વિભાગે ભરતીના ઉમેદવારો માટે પુનઃ જિલ્લા પસંદગીને લઈને કોલલેટર મેળવવા માટેની સૂચના આપવામાં આવી છે.
17 મે, 2025ના રોજ પ્રસિદ્ધ કરેલ કટ-ઓફ માર્ક્સ અને અન્ય સુચનાઓ યથાવત રહેશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની ફરીથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ઉમેદવારોને 05 જૂનથી 28 જૂન 2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યાં છે. જેને લઈને તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વિભાગની સત્તાવાર વેબસાઈટ ઉપરથી જ ઓનલાઇન કોલલેટર મેળવવાના રહેશે. જેમાં અન્ય કોઈ પ્રકારે કોલલેટર મોકલવામાં આવશે નહી. જેથી 17 મે, 2025ના રોજ પ્રસિદ્ધ કરેલ કટ-ઓફ માર્ક્સ અને અન્ય સુચનાઓ યથાવત રહેશે.
ઉમેદવારોમાં અસંતોષ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય
અગાઉ ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રિઝલ્ટ' શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 3 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?