Gujarat : ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મહેફિલ!, Video Viral થયો
- ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મેહફિલનો વીડિયો વાયરલ
- દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ
- નબીરાઓને કાયદોનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા
અમદાવાદમાં નબીરાઓને કાયદોનો કોઈ ડર જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂની મહેફિલનો વીડિયો સામે આવ્યો છે. ત્યારે અમદાવાદ ઈસ્કોનબ્રિજના આ દ્રશ્યો છે. તેમાં ખુલ્લેઆમ નબીરાઓ નશો કરતા જોવા મળ્યા છે. પાંચથી સાત યુવકો જાહેરમાં દારૂ પી રહ્યાં છે. અમદાવાદ પોલીસનો કોઈ ડર આ નબીરાઓને નથી એટલે જ આટલી હિંમત આવી છે. અમદાવાદ પોલીસની કામગીરી સામે સવાલો તો છે જ સાથે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડી રહ્યા છે.
ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મેહફિલનો વીડિયો વાયરલ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે જાહેરમાં દારૂની મેહફિલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ખુલ્લેઆમ જાહેરમાં નબીરાઓ નશો કરી રહ્યાં છે. તેમાં પાંચથી સાત યુવાનો ખુલ્લેઆમ મ્યુઝિક સાથે દારૂની મહેફિલ માણી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં જાહેરમાં દારૂની મહેફિલ જોવા મળી છે. જેમાં અમદાવાદ ઈસ્કોનબ્રિજનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે પોલીસ દોડતી થઇ છે.
દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ
જાહેરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ખુલ્લેઆમ નબીરાઓ નશો કરી રહ્યાં છે. જેમાં પાંચથી સાત યુવકો જાહેરમાં દારૂની મહેફિલ માણી રહ્યાં છે. ત્યારે પોલીસે સાતમાંથી એક નબીરાની ધરપકડ કરી છે. તેમાં અમિતસિંહ ધાબી નામના આરોપીની ધરપકડ થતા અન્ય સાથીદારો ભૂગર્ભમાં જતા રહ્યાં છે. વીડિયો 7 માર્ચનો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે પોલીસે જણાવ્યું છે કે 7 વ્યક્તિઓની ઓળખ થઇ ગઇ છે. સાગર પરમાર નામના શખ્સે સોશિયલ મીડિયામાં વીડિયો મુક્યો હતો. જેમાં સાગર સામે સેટેલાઇટ અને રાણીપમાં ગુનો નોંધાયેલો છે. તેમાં સસ્તી પ્રસિદ્ધિ માટે વીડિયો બનાવવામાં આવ્યો છે.
7 માર્ચે બધા મિત્રો નાસ્તો કરવા ભેગા થયા હતા
7 વ્યક્તિની ઓળખ થઈ છે. જેમાં પિયુસ મકવાણા, પ્રકાશ મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી, અમિત સિંહ ડાભી, સાગર પરમાર તેમજ સાગર પીતાંબર પરમારે પોતાના સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં 7 માર્ચે બધા મિત્રો નાસ્તો કરવા ભેગા થયા હતા.