Gujarat Rain Ambalal Patel : રાજ્યમાં વરસાદ મામલે અંબાલાલ પટેલની આગાહી સામે આવી
- 10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે
- 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે
- 18 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ જશે
Gujarat Rain Ambalal Patel : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં પશ્ચિમ વિક્ષેપના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. 10 જૂન આસપાસ ફરી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાશે. તેમજ 12 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરશે. તથા 18 જૂન સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય થઈ જશે.
દ.સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે
અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, દ.સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થશે અને જુલાઈમાં સારો વરસાદ પડશે જેને લઈ નદીમાં પૂર આવી શકયતાઓ સેવાઈ રહી છે, ગુજરાતમાં જૂનથી વરસાદની શરૂઆત થશે અને ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે, ઉત્તર ભારતમાં વેસ્ટન ડિસ્ટબન્સને કારણે વરસાદ વધી શકે છે, ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આંધી આવશે અને અંદાજે 70 થી 90 કિમિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેની અસર રાજસ્થાનથી ઉત્તર ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં અસર થશે.
ઉત્તર ગુજરાતમાં 20 મિલી મીટરથી 100 મિલીમીટર વરસાદ પડી શકે છે
જામનગર, કચ્છ, અરવલ્લી, ઉત્તર ગુજરાતમાં 20 મિલી મીટરથી 100 મિલીમીટર વરસાદ પડી શકે છે, તથા દક્ષિણ ભારતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને બંગાળ ઉપસાગરમાં 10 તારીખની આસપાસ સાયકલોન બની રહ્યું છે જેના કારણે તેની અસર ગુજરાતના પૂર્વ ભાગમાં થશે અને વરસાદ આવશે, પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થશે અને 200 મિલી મીટર સુધી વરસાદ પડી શકે છે અને 12 જૂનથી ગુજરાત ચોમાસુ આવી જશે જેમાં 14 થી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર,મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થશે.
13 જૂન બાદ દેશના ઘણા ભાગોમાં જળ ભરાવ સ્થિતિ થઈ શકે છે
13 જૂન બાદ દેશના ઘણા ભાગોમાં જળ ભરાવ સ્થિતિ થઈ શકે છે અને દેશના પૂર્વ ભાગોમાં અને દેશ અન્ય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, 18 જૂન થી 25 જૂન સુધી બંગાળમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેમાં આ સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ પૂર્વ તટ ઓરિસ્સા, છત્તીસગઢ પૂર્વ મધ્ય પ્રદેશ સુધી આવશે જેથી ભારે વરસાદ આવશે અને જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ પડશે, જો ગુજરાતમાં કાતરા નામની જીવાત પડે તો એ વિસ્તારમાં 27 દિવસ સુધી વરસાદ ખેંચાઈ શકે છે.
આ પણ વાંચો: Covid 19 New Cases Updates: 28 મૃત્યુ, 4000 કેસ... 5 રાજ્યોમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો