Gujarat Rain: અંબાલાલ પટેલે કમોસમી વરસાદની મોટી આગાહી કરી
- Gujarat Rain: અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ આવશે
- સુરત, ભરુચમાં વરસાદને લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી
- મીન રાશીનો શનિ દેશ અને દુનિયામાં ચક્રવાત માટે જવાબદાર
Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં લાંબા સમય સુધી કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે. આગામી 12 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, મોન્થા વાવાઝોડાની અસરથી 2 નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. 8 થી 15 નવેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ડિસેમ્બર મહિનામાં પણ વરસાદી માવઠું રહેશે.
અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ આવશે
અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ આવશે. આ આગાહીથી ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે ઊભા પાકને નુકસાન થઈ શકે છે. રાજ્યમાં ડિસેમ્બર મહિના સુધી કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. વર્તમાન વરસાદી સિસ્ટમના કારણે આગામી 2 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તથા 2 નવેમ્બર સુધીમાં પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રમાં અરબી સમૃદ્ધનું હળવું દબાણના કારણે અતિ ભારે વરસાદની આગાહી છે. રાજયમાં અરબી સમુદ્રના હવાના હળવા દબાણ અને મોન્થા વાવાઝોડાની અસર 2 નવેમ્બર સુધી રહેશે.
Gujarat Rain Forecast : સૌરાષ્ટ્ર માટે 2 દિવસ ભારે,અમરેલી, ભાવનગરમાં તૂટી પડશે । Gujarat First#Gujarat #Rainfall #Weather #Forecast #Farmers #Windy #GujaratFirst pic.twitter.com/aX02gau9Mg
— Gujarat First (@GujaratFirst) October 30, 2025
Gujarat Rain: મીન રાશીનો શનિ દેશ અને દુનિયામાં ચક્રવાત માટે જવાબદાર
મીન રાશીનો શનિ દેશ અને દુનિયામાં ચક્રવાત માટે જવાબદાર બનશે. જેમાં દરિયાઈ હલચલ વધી શકે છે. તથા આગામી 2027 સુધી ચક્રવાતના તોફાનો ઉભા થશે. તેમજ પર્વતીય વિસ્તારોમાં ભીખડ ધસી પડવી જેવી દુર્ઘટનાઓ પણ બનશે. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે સુનામી જેવી પણ સ્થિતિ નિર્માણ થઈ શકે છે. તથા ચક્રવાતો પાછલા વર્ષના રેકોર્ડ તોડે તેવું પણ બની શકે છે.
સુરત, ભરુચમાં વરસાદને લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત પર માવઠાના એંધાણની શક્યતા છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ, દક્ષિણ ભાગમાં માવઠુ થાય તેવી આગાહી કરવામાં આવી છે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભાપે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહારાષ્ટ્રની અસરને લીધે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં અતિભારેના એંધાણ છે. તેમજ સુરત, ભરુચમાં વરસાદને લીધે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Junagadh: ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ કમોસમી વરસાદ કારણે ધોવાયો


