ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain : રાજ્યમાં વાવાઝોડા મામલે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. તેમજ 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા
01:19 PM May 22, 2025 IST | SANJAY
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. તેમજ 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા
Gujarat

Gujarat Rain : ચક્રવાત અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં આજથી લો પ્રેશર સિસ્ટમ સર્જાશે. તેમજ 24 કલાકમાં લો પ્રેશર સાયક્લોન બનવાની શક્યતા છે. દરિયામાં પવન 50-60 કિમીના રહેશે તેમજ ધીરે ધીરે પવનની ગતિ 100 કિમી પહોંચશે. 23-24-25 મે સુધીમાં આ સિસ્ટમ દરિયાને ઘમરોળશે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 ઇંચ જેટલો વરસાદ રહેશે.

દક્ષિણ ગુજરતામાં 10-12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે

દક્ષિણ ગુજરતામાં 10-12 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. તેમજ 26 મે સુધી ચક્રવાત પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની નજીક આવી શકે છે. જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસર 31 મે સુધી રહેશે. તથા રાજ્યના તમામ ભાગોમાં ચક્રવાતની અસર રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તથા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વધુ વરસાદની શક્યતાઓ છે. તથા વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વલસાડ, આહવા, ડાંગમાં 10 ઇંચ આસપાસ વરસાદ આવી શકે છે.

ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. તથા પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગરમાં ગાજવીજ સાથે એક ઇંચ આસપાસ વરસાદ આવશે. આ વરસાદ ભારે ગાજવીજ અને કડાકા ભડાકા વાળો રહેશે. જમીનની સ્તરે પર પવનની ગતિ 35-50 કિમીની રહેવાની શક્યતાઓ છે. પવનની ગતિ એટલી તેજ રહેશે કે કાચા મકાનના છાપરા ઉડી જાય અને ઘેટા બકરાના બચ્ચા ફંગોળાઈ જાય તેવો પવન રહી શકે છે. આ ચક્રવાતના કારણે આજકાલમાં ભારતના દક્ષિણ છેડે ચોમાસુ પહોંચી શકે છે.

આ પણ વાંચો: Gujarat : સમગ્ર દેશમાં ઈ-ગવર્નન્સ ક્ષેત્રમાં પલસાણા ગ્રામ પંચાયતની અનેરી સિદ્ધિ

Tags :
ahmedabad gujarat newsAmbalal PatelGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsRainstormsTop Gujarati News
Next Article