Gujarat Rain: રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
- 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે
- જેના કારણે 26થી 30 જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે - અંબાલાલ
- હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી
Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તથા 26 જૂન બાદ બીજી એક વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે જેના કારણે 26થી 30 જૂન વચ્ચે ફરી ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં રથયાત્રાના દિવસે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ થન્ડર સ્ટ્રોમ ની વોર્નિંગ છે. જેમાં 28 જૂન સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝડપે થન્ડર સ્ટ્રોમની વોર્નિગ છે. આજે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
દરિયાકાંઠે 40 થી 50ની પ્રતિ કલાકની સ્પીડમાં પવન ફૂંકાશે
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તથા અમરેલી ભાવનગર, સુરેન્દ્નગર, રાજકોટ, જૂનાગઢ, ગીર, સોમનાથ, દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા દરિયાકાંઠે 40 થી 50ની પ્રતિ કલાકની સ્પીડમાં પવન ફૂંકાશે તેથી માછીમારો માટે દરિયામાં ના જવાની સુચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: Indian Railways: રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર