ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain: ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો નવરાત્રિમાં કેવુ રહેશે વાતાવરણ

Gujarat Rain: 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી...
02:28 PM Sep 01, 2025 IST | SANJAY
Gujarat Rain: 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી...
Gujarat Rain, Ambalal Patel, Heavy rain, Navratri Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમજ રાજ્યમાં 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ આવશે. તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ બનશે.

નવી સિસ્ટમ 14થી 17 સપ્ટેમ્બર ભારે વરસાદ લાવી શકે છે

નવી સિસ્ટમ 14થી 17 સપ્ટેમ્બર ભારે વરસાદ લાવી શકે છે. વરસાદ ખેલૈયાઓની નવરાત્રિ બગાડે તેવી પણ શક્યતા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, સપ્ટેમ્બર 2 સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. દરિયામાં હલચલ થતા મોટા મોજા ઉછળશે. ભાદરવી પૂનમ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે

દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે.

Gujarat Rain: નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે : અંબાલાલ પટેલ

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે, રાજ્યમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ પણ ભાગમાં 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે, સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે.

આ પણ વાંચો: China SCO Summit: મારા મિત્ર... આજની મુલાકાત સંબંધોને વધુ ગાઢ બનાવશે, PM Modi ને મળ્યા બાદ રાષ્ટ્રપતિ પુતિને શું કહ્યું

 

Tags :
Ambalal PatelGujarat FirstGujarat Newsgujarat rainGujarati NewsGujarati Top Newsheavy rainNavratri GujaratTop Gujarati News
Next Article