Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળશે

Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આગામી 48 કલાક ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે. તેમજ કોઈ કોઈ જગ્યાએ અપ્રમાણસર વરસાદ પડે તો નવાઈ નહીં. તથા અરવલ્લી, મોડાસા, બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે.
gujarat rain  અંબાલાલ પટેલની આગાહી  રાજ્યના આ વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળશે
Advertisement
  • Gujarat Rain: આગામી 48 કલાક ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે
  • કોઈ કોઈ જગ્યાએ અપ્રમાણસર વરસાદ પડે તો નવાઈ નહીં
  • અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે

Gujarat Rain: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આગામી 48 કલાક ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે. તેમજ કોઈ કોઈ જગ્યાએ અપ્રમાણસર વરસાદ પડે તો નવાઈ નહીં. તથા અરવલ્લી, મોડાસા, બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યમાં વરસાદની શક્યતા છે.

30 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર જોવા મળશે

30 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર જોવા મળશે. જેમાં 18 નવેમ્બર પછી અરબ સાગરમાં એક ચક્રવાત તૈયાર થઈ રહ્યું છે. જેમાં વરસાદી માહોલ છતાં ઠંડી વધશે કોઈ જગ્યાએ 10 ડિગ્રી તાપમાનનો ઘટાડો જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વલસાડ, નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે.

Advertisement

Advertisement

સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે

સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીરના ભાગોમાં ભારે વરસાદની આગાહી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની શક્યતા રહેલી છે અને 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સક્રિય થશે અને 23 થી 26 નવેમ્બર દરમ્યાન હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાશે અને 5 થી 7 ડિસેમ્બરમાં પશ્ચિમ વિક્ષેપો આવતા ઠંડી વધશે, રાજ્યમાં 22 ડિસેમ્બરથી ભારે ઠંડી પડશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે. નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે.

આ પણ વાંચો: Green Tax: કાર પર રૂ.80, ટ્રકના રૂ.700, બહારના વાહનોના પ્રવેશ પર 'ગ્રીન સેસ'

Tags :
Advertisement

.

×