Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક મેઘની આગાહી, જાણો ક્યા થશે ભારે વરસાદ
- આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના
- અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય
- દિવ, વલસાડ, દમણ, સુરતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. જેમાં દિવ, વલસાડ, દમણ, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર કચ્છમાં 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી સાથે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તથા 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે તથા ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલા વેધર મેપ પ્રમાણે, આજે ચોથી તારીખે રાજકોટ, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
વલસાડ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
વલસાડ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થયા છે. કેરી અને લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
આ પણ વાંચો: Rajkot : શહેરનો લોકમેળો શું આ વર્ષે ફરી ચકડોળે ચડશે?