ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે 21 થી 25 મે દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ
02:51 PM May 20, 2025 IST | SANJAY
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે 21 થી 25 મે દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ
Weather Update in Gujarat Video

Gujarat Rain : ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં 25 મે સુધી રાજ્યમાં છૂટોછવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 થી 25 મે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે 21 થી 25 મે દરમિયાન ભારે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે.

એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થતા વરસાદ પડશે

એક સાથે બે વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થતા વરસાદ પડશે. તથા એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી અરબી સમુદ્રમાં સક્રિય છે. હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન 22 મે આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે.

21 મે એ વરસાદની સ્થિતિ યથાવત રહેશે

21 મે એ વરસાદની સ્થિતિ યથાવત રહેશે, જોકે 21 એ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. જેમાં વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. જ્યારે આગામી 22, 23 અને 24 મે સુધી વરસાદી વાદળો સમગ્ર રાજ્યમાં ફેલાતા ભારે વરસાદની સ્થિતિ ઉદ્ભવી શકે છે. જેમાં 24 મે સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે આ સમયે માત્ર કચ્છમાં હળવો વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે, છેલ્લા કેટલાક દિવસથી વેસ્ટર્ન સિસ્ટમના કારણે વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી, જોકે તેની અસર ગુજરાતમાં વધુ થઈ નથી. પરંતુ તેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વરસાદની સ્થિતિ સર્જાઇ છે તેમ જણાઈ આવે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી

વાવાઝોડાની સ્થિતિ વિકટ થાય તો આ સમય દરમિયાન હવામાન વિભાગ દ્વારા સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે. દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી છે. 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થઈ શકે છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો: મદરેસાના અભ્યાસક્રમમાં ''Operation Sindoor'નો સમાવેશ થશે, ઉત્તરાખંડની ધામી સરકારનો મોટો નિર્ણય

 

 

Tags :
Ahmedabad Gujarat today Gujarat NewsGujarat Firstgujarat rainGujarati NewsGujarati Top NewsRainfallTop Gujarati News
Next Article