Gujarat Rain: આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ખાબકશે મેઘ
- Gujarat Rain: આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી
- આજે સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી
- આગામી 48 કલાક દરમિયાન થન્ડર સ્ટોમની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ વરસાદ રહેશે. જેમાં આગામી 48 કલાક દરમિયાન થન્ડર સ્ટોમની આગાહી છે. તેમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તથા આજે સુરત નવસારી, વલસાડ તાપી ભરૂચ નર્મદામાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ કરાઇ છે.
નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી
આવતીકાલ સોમવારથી નવરાત્રિના પ્રથમ નોરતા સાથે જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. અને આ નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેલ્યાઓ વરસાદને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે. તેમની આ ચિંતામાં વધારો કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગાહી મુજબ બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી અઠવાડિયે વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેમ છે.
Gujarat Rain: વરસાદ 1 ઓક્ટોબર સુધી રહે તેવી પુરેપુરી શકયતાઓ
આ વરસાદ 1 ઓક્ટોબર સુધી રહે તેવી પુરેપુરી શકયતાઓ છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની પણ શકયતા છે. આમ નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદની આગાહીથી નોરતાના નવ દિવસોમાં વિઘ્ન આવી શકે તેમ છે. ત્યારે સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા
સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો ફસાયા હતા અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી.
આ પણ વાંચો: Surat Rain: સુરતમાં ભારે વરસાદ, નવરાત્રી પહેલાના મેઘરાજાએ ગરબા આયોજકોની ચિંતા વધારી