Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી
gujarat rain  રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી
Advertisement
  • ઘણા સમયથી ચોમાસુ નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયુ
  • ગુજરાતમા થશે નૈઋત્યના ચોમાસાની શરૂઆત
  • અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી

Gujarat Rain: ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઘણા સમયથી ચોમાસુ નિષ્ક્રિય હતું તે ફરી સક્રિય થયુ છે. ગુજરાતમા નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે. અરબ સાગરમા વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. જેમાં 4 કલાકમાં 58 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે.

ભાવનગરના પાલિતાણામાં 4 ઇંચ વરસાદ આવ્યો

ભાવનગરના પાલિતાણામાં 4 ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં 8 થી 10 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદથી પાણી-પાણી થયુ છે. જેમાં બે કલાકમાં પાલિતાણા અને જેસરમાં વરસાદ વરસ્યો છે. તેમાં જેસરમાં પોણા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહુવા, તળાજા, શિહોરમાં 2-2 ઇંચ વરસાદ સાથે અન્ય તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ આવ્યો છે. અમરેલીના લીલીયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ત્યારે લીલીયાના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે. તથા લીલીયાની નાવલી નદીમાં બે કાંઠે વહેતી થઈ છે. કૂતાણા, પુંજાપાદર, ટીંબડી, હરીપરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.

Advertisement

રાજકોટના જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો

રાજકોટના જેતપુરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે. તેમજ સુરતમાં ફરી વરસાદની એન્ટ્રી થઇ છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. જેમાં ધીમીધારે તો ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે લોકોએ બફારામાંથી રાહત મેળવી છે. તેમજ તાપી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વ્યારા, વાલોડ, સોનગઢ, ડોલવણ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો છે. સાથે જ વાલોડ તાલુકાના બાજીપુરા સહિતના સ્થળોએ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમાં મુશળધાર વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

Advertisement

આ પણ વાંચો: LIVE: Ahmedabad Plane Crash : સ્વ.વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ એરપોર્ટ પહોંચશે, ભાજપ સંગઠનના નેતાઓ હાજર

Tags :
Advertisement

.

×