Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : આજે ભારે પવન સાથે માવઠાની આગાહી, જાણો ક્યા પડ્યો ધોધમાર વરસાદ

આજે (27 મે) મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી
gujarat rain   આજે ભારે પવન સાથે માવઠાની આગાહી  જાણો ક્યા પડ્યો ધોધમાર વરસાદ
Advertisement
  • હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી
  • વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
  • 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

Gujarat Rain : ગુજરાતના હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં આજે (27 મે) મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે વલસાડ, તાપી, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્યારે અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં ધારી શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદથી પાણી ભરાયા છે. તેમજ ધારી, જર, મોરઝર, છતડીયા, ખીચા તથા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ બાદ ગીરમાં વરસાદ શરૂ થયો છે. તથા સુરત જિલ્લામાં કમોસમી વરસાદ ફરી શરૂ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

Advertisement

કીમ, કુડસદ, કરંજ, લીમોદરા, હરિયાલ, સમૂચલ સહિતના વિસ્તારોમાં વરસાદ

કીમ, કુડસદ, કરંજ, લીમોદરા, હરિયાલ, સમૂચલ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વરસાદ વરસતાં ગરમીથી આંશિક રાહત મળી છે. તથા કમોસમી વરસાદથી ડાંગર, તલ, કેરી પકવતા ખેડૂતને નુકશાન થયુ છે. ત્યારે વલસાડમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતા છીપવાડ અંડરપાસમાં પાણી ભરાયા છે.કપરાડા, ધરમપુર, પારડીમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. જેમાં અમરેલી જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદ છે. તેમાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બાબર કોટ, મિતિયાળા, વારાહસ્વરૂપમાં વરસાદ પડ્યો છે. તથા અમરેલી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

Advertisement

બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું

આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અલગ-અલગ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: PM Modi Gujarat Visit : વડાપ્રધાન મોદી બીજા દિવસની શરૂઆત પણ રોડ-શોથી કરશે, આપશે કરોડોના વિકાસ કાર્યોની ભેટ

Tags :
Advertisement

.

×