Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની જાણો શું છે હવામાનની આગાહી
- Gujarat Rain આગામી 15 થી 21 ઓગસ્ટ વરસાદનું જોર વધવાની શક્યતા છે
- અમદાવાદ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી
- વરસાદનું પ્રમાણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે
Gujarat Rain: આગામી 7 દિવસ સામાન્ય વરસાદની હવામાનની આગાહી છે. જેમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે. તથા આગામી 15 થી 21 ઓગસ્ટ વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેમજ અમદાવાદ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનું પ્રમાણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.
બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ રચાશે
હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ રચાશે, જેને લીધે ચોમાસાની ગતિમાં વધારો થવાની ધારણા છે. જણાવી દઈએ કે કેટલાક રાજ્યોમાં ચોમાસાની ગતિ ધીમી પડી જવાને કારણે, વરસાદ પર બ્રેક લાગી ગઇ છે. બંગાળની ખાડીમાં હલચલ વધવાને કારણે, રાજ્યોમાં (Gujarat Rain) સારો વરસાદ પડી શકે છે. આજે રવિવારે પણ મહદંશે શનિવાર જેવું જ વાતાવરણ રહેશે અને સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આવી જ સ્થિતિ રહેશે.
Gujarat Rain શનિવાર સુધીમાં રાજ્યનો સરેરાશ 63.93 ટકા વરસાદ પડ્યો
ગુજરાત સરકારના ડેટા પ્રમાણે, શનિવાર સુધીમાં રાજ્યનો સરેરાશ 63.93 ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષે આ અરસામાં 69.64 ટકા જેટલો વરસાદ પડી ગયો હતો. આમ વરસાદમાં લગભગ નવ ટકા જેટલી ઘટ છે. રાજ્યમાં 563.81 મીમી વરસાદ પડી ગયો છે, ગત વર્ષે અત્યાર સુધીમાં લગભગ 615 મીમી વરસાદ પડી ગયો હતો. કચ્છમાં 65.11 %, ઉત્તર ગુજરાતમાં 66.2%, મધ્યપૂર્વ ગુજરાતમાં 66.23% અને દક્ષિણ ગુજરાતમાં 67.78 % ટકા જેટલો વરસાદ પડ્યો છે. આ વિસ્તારોમાં રાજ્યના સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જોકે સૌરાષ્ટ્રમાં હજુ સુધી 55.91 % વરસાદ જ પડ્યો છે. જે રાજ્યની સરેરાશ કરતાં ઓછો છે.
Gujarat Rain વરસાદની રાજ્યભરમાં 80 % સુધીની ઘટ જોવા મળી
ઓગસ્ટ મહિના દરમિયાન પડનારા વરસાદની રાજ્યભરમાં 80 % સુધીની ઘટ જોવા મળી છે. તેમજ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 138.68 મીટરની સપાટીની સામે 131.33 મીટર પાણી ભરાયેલું છે. ગુજરાતમાં આ સિસ્ટમની અસર 16 ઑગસ્ટની આસપાસ થવાની શક્યતા છે. જોકે, તા. 13 અને 14 ઓગસ્ટથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમે-ધીમે વરસાદનું જોર વધી શકે છે. હવામાન વિભાગે હાલ અને આગામી દિવસો માટે કોઈ એલર્ટ નથી.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 10 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?