Gujarat Rain: અંબાલાલ પટેલે ઓગસ્ટ માસ માટે જાણો શું કરી વરસાદની આગાહી
- આજથી 3 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે
- રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
- 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે
Gujarat Rain: ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જેમાં આજથી 3 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. તેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે તથા 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પર વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે.
ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં પણ ભારે વરસાદની આગાહી છે
આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ ઉતર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે તથા સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ સાબરમતી નદીમાં પાણીનો વધારો થશે અને નર્મદા ડેમની પાણીની આવક વધી શકે છે, નર્મદા નદી બે કાંઠે વહી શકે છે, તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધી શકે છે. તથા ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં પણ ભારે વરસાદની આગાહી છે.
બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદ લાવશે
બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદ લાવશે. ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા વધુ છે. આ માસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હાલમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવા છતાં ખેડૂતો ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. કારણકે, જળાશયો ભરાય તો પાણીના તળ ઊંચા આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે વાત કરતા જણાવ્યું છે કે, પહેલીથી ત્રીજી ઓગસ્ટના રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 6થી 10મી ઓગસ્ટ સુધીમાં થોડો વધુ વરસાદ આવી શકે. આ સાથે 18મી ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે. 10 ઓગસ્ટ આસપાસથી અરબ સાગર સક્રિય થઈ જશે.
આ પણ વાંચો: Gujarat Monsoon: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો