Gujarat Rain: આગામી 7 દિવસ માટે જાણો હવામાન વિભાગે શું કરી વરસાદની આગાહી
Gujarat Rain: દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે
આજ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે
Gujarat Rain: આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દ્વારકાથી 940 કિ.મી અને નલિયાથી 960 કિ.મી દૂર શક્તિ વાવાઝોડું છે. આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. સતર્કતાના ભાગ રૂપે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ પડી શકે છે.
Gujarat Rain: આજ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, ચોમાસાની વિદાયની રેખા વેરાવળ અને ભરૂચ પર છે. આજથી અટકેલા ચોમાસાની વિદાય માટેની પરિસ્થિતિ સાનુકૂળ છે. આ સાથે તેમણે જણાવ્યું કે, શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે. જેના કારણે ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય. શક્તિ વાવાઝોડું દ્વારકાથી 940 કિ.મી અને નલિયાથી 960 કિ.મી દૂર છે. આવતીકાલથી વાવાઝોડું ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આજ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે.
છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન
હવામાન વિભાગે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, 7થી 8 ઓક્ટોબર દરમિયાન આખા રાજ્યમાં ક્યાંક અમુક સ્થળે તો ક્યાંક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે, આ બે દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની કોઈ આગાહી આપવામાં આવી નથી. આ ઉપરાંતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે.
ખેડૂતો તથા માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી
હવામાન વિભાગ દ્વારા ખેડૂતો તથા માછીમારોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠે વસતા લોકોને દરિયામાં ન જવા અનુરોધ કરવામાં આવ્યો છે. પવન અને છાંટા પડતા રહે તેવા વાતાવરણ માટે લોકો તૈયાર રહે તેવી આગાહી છે. આ સાથે રાજ્યના વિવિધ વિસ્તારમાં આવનાર દિવસોમાં મેઘમહેર જોવા મળશે જેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જયારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 7 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?