Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain: હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી, જાણો અમદાવાદમાં કેવુ રહેશે વાતાવરણ

ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા
gujarat rain  હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી  જાણો અમદાવાદમાં કેવુ રહેશે વાતાવરણ
Advertisement
  • ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
  • હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા
  • 12થી 18માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે

 Gujarat Rain : હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ પવનની દિશા દક્ષિણ પશ્ચિમ રહેતા વરસાદની શક્યતા છે. 9 જૂનથી વરસાદનું જોર ઘટી શકે છે. તેમજ અમદાવાદમાં 39 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે.

12થી 18માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે

હવામાન વિભાગે આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પાટણ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 11 જૂન બાદ રાજ્યમાં ચોમાસું સક્રિય થવાની શક્યતાઓ રહેશે. તારીખ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 12થી 18માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે.

Advertisement

10મી જૂને નબળું ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે છે

10મી જૂને નબળું ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં આવી શકે છે. 12થી 18માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આગામી થોડા દિવસોમાં ચોમાસાનો વરસાદ ઓછો રહેશે, પરંતુ 11-12 જૂનથી ચોમાસું મજબૂત બનશે અને દેશના બાકીના ભાગોને આવરી લેવાનું શરૂ કરશે. આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 24 મેના રોજ થઈ હતી, જે સામાન્ય સમયપત્રક કરતાં વહેલી હતી. તેણે ઝડપથી દક્ષિણ, ઉત્તરપૂર્વીય અને પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને આવરી લીધું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેની પ્રગતિ અટકી ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 4 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×