Gujarat Rain : વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી
- દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી
- સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા
- 50થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
Gujarat Rain : વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. જેમાં અરબ સાગરમાં બનેલુ ડિપ્રેશન નબળું પડ્યુ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા સાથે ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. તથા 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું
ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું છે. જેમાં સામાન્ય રીતે, ચોમાસુ 1 જૂને આવે છે. ત્યારે પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ કોંકણ કિનારા પર દબાણ છે. તે લગભગ પૂર્વ તરફ આગળ વધે અને દક્ષિણ દરિયાકાંઠાના મહારાષ્ટ્રને પાર કરે તેવી શક્યતા છે. ત્યારે ગઇકાલથી અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોના હવામાનમાં અચાનક પલટો છે. જેમાં વિવિધ શહોરોમાં વરસાદ અને આંધી-તોફાન આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના હવામાનમાં આ બદલાવ પાછળનું કારણ અરબી સમુદ્રમાં રચાયેલી સિસ્ટમ છે.
હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી
હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે. IMD પ્રમાણે રાજ્યના ઘણા ભાગોમાં આંધી-તોફાન સાથે વાવાઝોડું, ગાજવીજ અને વરસાદની આગાહી છે. આ સાથે જ IMDએ 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, વડોદરા, , ડાંગ, નવસારી, વલસાડ, તાપી, છોડાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતદમણ, દાદર નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 26 મે 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?