ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain: 4 ઓક્ટોબર સુધી હવામાન વિભાગની મેઘની આગાહી, જાણો ક્યા પડશે ધોધમાર વરસાદ

Gujarat Rain: ગુજરાતમાં 4 ઓક્ટોબર સુધી હવામાન વિભાગની વરસાદની આગાહી છે. જેમાં ગઈકાલે રાજ્યના 183 તાલુકામાં વરસાદ ખાબક્યો
09:57 AM Sep 29, 2025 IST | SANJAY
Gujarat Rain: ગુજરાતમાં 4 ઓક્ટોબર સુધી હવામાન વિભાગની વરસાદની આગાહી છે. જેમાં ગઈકાલે રાજ્યના 183 તાલુકામાં વરસાદ ખાબક્યો
Gujarat Rain, Red alert, Ahmedabad Rain, Heavy rain, Gujarat, Monsoon Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gujarat Rain: ગુજરાતમાં 4 ઓક્ટોબર સુધી હવામાન વિભાગની વરસાદની આગાહી છે. જેમાં ગઈકાલે રાજ્યના 183 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે સૌથી વધારે અંકલેશ્વરમાં ખાબક્યો ચાર ઈંચ વરસાદ પડ્યો છે. મોટા ભાગના શહેરમાં ગરબા રદ થતા ખેલૈયાઓ નિરાશ થયા છે. તેમજ 1 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણમાં વરસાદની આગાહી

તાપી, ડાંગ, ભાવનગર, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજયમાં ભારે વરસાદની ચેતાવણીએ ખેલૈયાની ચિંતા વધારી છે. હવામાન વિભાગે આગામી 4 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે દરમિયાન 1 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

Gujarat Rain: સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે

સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે.

જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી

કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 29 સપ્ટેમ્બર 2025ના રોજ અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, આણંદ, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 1 ઓક્ટોબર 2025ના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતાવણી છે.

પોરબંદર, જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ

2થી 4 ઓક્ટોબર દરમિયાન સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ પણ વાંચો: WhatsAppને ટક્કર આપવા આવી ગઇ Zoho ની સ્વદેશી મેસેજિંગ એપ Arattai

 

Tags :
Ahmedabad GujaratGujarat FirstGujarat Newsgujarat rainGujarati NewsGujarati Top NewsheavyrainMeteorological DepartmentTop Gujarati News
Next Article