Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
- રાજ્યમાં 29 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે
- બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે
- 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે
Gujarat Rain: ગુજરાતમાં વરસાદ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં 29 જુલાઈ સુધી વરસાદ યથાવત રહેશે. તથા બંગાળના ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે. તેમજ 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે છે. જેમાં 6થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવવાની સંભાવના છે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે.
18થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે
18થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે. તથા 23 ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડે તેવી શક્યતા છે. ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ જામશે. જેમાં 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈએ તો, તેમણે જણાવ્યું છે કે દોઢ કિલોમીટર ઉપલા લેવલના પવનોની સ્થિતિ સારી છે અને કેટલીક સિસ્ટમ બની રહી છે. જેના કારણે 29 જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.
પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ
પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 10થી 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકી પડે તેવી શક્યતાઓ છે. મહીસાગરના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. મોરબી, ચોટીલા, થાન, લીમડી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થશે. ઓગસ્ટ મહિના અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, જુલાઈ જેવો જ ઓગસ્ટમાં પણ વરસાદ રહેશે. 6થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે. મોટા પોરાનો વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે પણ વરાપ નીકળશે.
આ પણ વાંચો: Ahmedabad Rain: શહેરમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, SG હાઇવે પર જળબંબાકાર