Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain News : અમદાવાદમાં વરસાદથી અંડરબ્રિજ ડૂબ્યા રસ્તા પર પાણી પાણી

વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં વરસાદ ખાબકી રહ્યો છે. એકબાજુ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી તો બીજી બાજુ ભારતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે
gujarat rain news   અમદાવાદમાં વરસાદથી અંડરબ્રિજ ડૂબ્યા રસ્તા પર પાણી પાણી
Advertisement
  • વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં વરસાદ ખાબકી રહ્યો છે
  • પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક અને ભારતમાં કમોસમી વરસાદ
  • મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં વરસાદ

Gujarat Rain News : અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં અંડરબ્રિજ ડૂબ્યાં છે તથા રસ્તા પર પાણી પાણી જોવા મળ્યું છે. વહેલી સવારથી સમગ્ર અમદાવાદમાં વરસાદ ખાબકી રહ્યો છે. એકબાજુ ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી તો બીજી બાજુ ભારતમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. મોડી રાતથી જ લગભગ સમગ્ર અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી

ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને ઊભો પાક નાશ પામવાનો ડર ઊભો થયો છે. હાલના સમાચાર પ્રમાણે મકરબા અંડરબ્રિજ લગભગ આખેઆખું પાણીમાં ડૂબી ગયું છે. શહેરની વાત કરીએ તો અનેક અંડરબ્રિજ બંધ કરવાની ફરજ પડી છે. વેજલપુર, જુહાપુરા, એસ.જી.હાઈવે, વટવા, નારોલ, પાલડી સહિતના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના પગલે નોકરી-વેપાર પર જનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશળધાર વરસાદે ખેડૂતોની માઠી દશા લાવી દીધી છે. ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે, પરંતુ આ આફત હજુ ટળી નથી. આફતની આંધી અને માવઠાનો માર હજુ પણ પડવાનો છે, અને તેની આગાહી હવામાન વિભાગથી લઈ આગાહીકાર અંબાલાલ પટેલ પણ કરી રહ્યા છે.

Advertisement

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. મહુવા તાલુકાના કોટિયા, કળમોદર, બગદાણા કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત બીજા દિવસે માવઠાના કારણે ખેતી પાકો બરબાદ થયા હતા. ખેડૂતોના ડુંગળી, કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી ખાનપુર તાલુકામાં ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. મોટા ખાનપુર, નાના ખાનપુર, કારંટા, ભાદરોડ અને રંગેલી સહિતના ગામોમાં સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે.

Advertisement

ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય સરકારે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સલામત સ્થળે રહેવા માટે અપીલ કરી છે. આ ઉપરાંત ખેડૂતોને તકેદારી રાખવા માટે માર્ગદર્શિકા બહાર પડાઇ છે. ખેતરમાં પડેલો પાક ન પલળે તે માટે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: Operation Sindoor India Air Strike : પાકિસ્તાનના 100 કિમી અંદર સુધી હુમલો, જુઓ 9 સ્થળો પર 100 આતંકીઓનો ખાતમો

Tags :
Advertisement

.

×