Gujarat Rain News : રાજ્યમાં આગામી ત્રણ દિવસ આ શહેરોમાં કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદના વાતાવરણમાં જોવા મળ્યો પલટો
- વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વિઝિબિલિટી ઘટી
- કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે
Gujarat Rain News : આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વિઝિબિલિટી ઘટી છે. અમદાવાદના એસ.જી.હાઈવે પર પણ વિઝિબિલિટી ઘટી છે. રાજ્યમાં કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડી રહ્યો છે. જેમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં છે. ઠેર ઠેર કમોસમી વરસાદથી પાણી ભરાયા છે. ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાલનપુર, સાબરકાંઠામાં વરસાદ છે. ત્યારે જૂનાગઢ, પોરબંદર, કચ્છમાં પણ વરસાદ પડ્યો છે.
-આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
-અમદાવાદના વાતાવરણમાં જોવા મળ્યો પલટો
-વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વિઝિબિલિટી ઘટી
-અમદાવાદના એસ.જી.હાઈવે પર વિઝિબિલિટી ઘટી #Ahmedabad #UnseasonalRain #RainAlert #WeatherUpdate #LowVisibility #CloudySkies #GujaratFirst pic.twitter.com/Nh3yED6Lyo— Gujarat First (@GujaratFirst) May 11, 2025
ગુજરાતભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રવિવારે (11 મે) ગુજરાતભરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થવાની આગાહી છે. જ્યારે 12 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
આગામી 13 મેના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.
આ વર્ષે ચોમાસુ 4 દિવસ વહેલાં શરૂ થશે
રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે શનિવારે (10 મે)ના રોજ વિસનગર પંથક, ઊંઝા તાલુકાના ગ્રામ્ય પંથક, અરવલ્લીના ભિલોડા પંથક, સાબરકાંઠાના ઈડર, રાજકોટના કોટડાસાંગાણી, જૂનાગઢ, બોટાદ, ગોંડલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થયું છે. જ્યારે 9 મેના 6 વાગ્યાથી 10 મેના 6 વાગ્યાના 24 કલાક દરમિયાન કુલ 73 તાલુકામાં માવઠું થયું હતું. આ વર્ષે ચોમાસુ 4 દિવસ વહેલાં શરૂ થશે. જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી છે કે 27 મે એ ચોમાસુ કેરળ પહોંચે તેવી શક્યતા છે. 1 જૂનને બદલે 4 દિવસ વહેલું આગમન થશે. સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે.