Gujarat Rain: અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની આગાહી, જાણો ક્યા છે મેઘનું એલર્ટ
- Gujarat Rain: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર
- દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ કરાયું જાહેર
- તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો થઇ શકે છે ઘટાડો
Gujarat Rain: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની શક્યતા છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. તથા રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરાયું છે. તેમજ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.
ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી
આજે અમદાવાદ, ખેડા, આણંદ, અરવલ્લી, ભરૂચ, સુરત, બોટાદ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દીવ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.
દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી
આખા દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તથા 28 ઓક્ટોબરે ખાસ કરીને પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી
હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા સંજોગો માટે તૈયારી રાખવાની સલાહ આપી છે. તેમજ અમદાવાદ, ખેડા, આણંદ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. તેમજ 29 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાઈ શકે છે અને ભેજમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગે ખેડૂતોને પાકની કાપણી અને અનાજના સંગ્રહમાં સાવધાની રાખવા જણાવ્યું છે.
આ પણ વાંચો: Ahmedabad Rain: શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ઓરેન્જ એલર્ટ જાહેર