Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યા થશે મેઘમહેર

દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તથા તાપી, ડાંગ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી સાથે રાજકોટ, અમરેલી, ભાવનગર તથા બોટાદ, જૂનાગઢ, પોરબંદરમાં પણ મધ્યમ વરસાદની આગાહી
gujarat rain   રાજ્યમાં વરસાદની આગાહી  જાણો ક્યા થશે મેઘમહેર
Advertisement
  • બોટાદ, જૂનાગઢ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી
  • રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય
  • અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે

Gujarat Rain : ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે. તેમજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તથા તાપી, ડાંગ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી સાથે રાજકોટ, અમરેલી, ભાવનગર તથા બોટાદ, જૂનાગઢ, પોરબંદરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થાય તેમજ અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે.

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે.

Advertisement

દરિયાખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી

ભારે વરસાદની આગાહીના કારણે દરિયાખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 8 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×