Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા પડ્યો 10 ઈંચ વરસાદ
- આણંદ જિલ્લાના ઉમરેઠમાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ
- મહિસાગરના કડાણા, સાંતલપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો
- પંચમહાલના શહેરામાં 4 ઈંચ, મોડવાહડફમાં 3.5 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 134 તાલુકામાં ધોધમાર વરસાદ આવ્યો છે. પંચમહાલના હાલોલમાં 10 ઈંચ વરસાદ પડતા વિસ્તાર પાણી પાણી થયો છે. તેમજ આણંદ જિલ્લાના ઉમરેઠમાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ આવ્યો છે. મહિસાગરના કડાણા, સાંતલપુરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. પંચમહાલના શહેરામાં 4 ઈંચ, મોડવાહડફમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.
બોરસદ, ઈડર અને સંજેલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો
બોરસદ, ઈડર અને સંજેલીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં ઘોઘંબા, લીમખેડા, ભિલોડા, ઝગડિયામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ ખેડબ્રહ્મા, જાંબુઘોડા, સાગબારા, થરાદમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ઉમ્બરગાંવ, વડાલી, ડીસા, સાવલીમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, જ્યાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Gujarat Rain: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખવા અપીલ
હવામાન નિષ્ણાતો પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં પણ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની સંભાવના છે. આ વરસાદી સિસ્ટમ રાજ્યમાં આગામી અઠવાડિયા એક્ટિવ રહેશે જેથી ગુજરાતમાં એક સપ્તાહ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખવા અપીલ કરી છે.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 31 ઓગસ્ટ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?