ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ, જાણો ક્યા કેટલો ખાબક્યો વરસાદ

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ પડયું છે. જેમાં નવસારીમાં 6 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. તથા વલસાડના ઉમરગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો તથા ગીરસોમનાથના સૂત્રાપાડામાં પોણા 4 ઇંચ વરસાદ અને નવસારીના ખેરગામમાં 3 ઇંચ કમોસમી વરસાદ તથા જલાલપોર, કપરાડામાં અઢી ઇંચ સુધીનો વરસાદ સાથે પાટણ-વેરાવળ, ડાંગ-આહવામાં સવા 2 ઇંચ વરસાદ છે.
08:30 AM Oct 26, 2025 IST | SANJAY
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ પડયું છે. જેમાં નવસારીમાં 6 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. તથા વલસાડના ઉમરગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો તથા ગીરસોમનાથના સૂત્રાપાડામાં પોણા 4 ઇંચ વરસાદ અને નવસારીના ખેરગામમાં 3 ઇંચ કમોસમી વરસાદ તથા જલાલપોર, કપરાડામાં અઢી ઇંચ સુધીનો વરસાદ સાથે પાટણ-વેરાવળ, ડાંગ-આહવામાં સવા 2 ઇંચ વરસાદ છે.
Gujarat Rain, RainFell, Ahmedabad, Unseasonal rain

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 71 તાલુકામાં માવઠુ પડયું છે. જેમાં નવસારીમાં 6 ઇંચથી વધુ કમોસમી વરસાદ થયો છે. તથા વલસાડના ઉમરગામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો તથા ગીરસોમનાથના સૂત્રાપાડામાં પોણા 4 ઇંચ વરસાદ અને નવસારીના ખેરગામમાં 3 ઇંચ કમોસમી વરસાદ તથા જલાલપોર, કપરાડામાં અઢી ઇંચ સુધીનો વરસાદ સાથે પાટણ-વેરાવળ, ડાંગ-આહવામાં સવા 2 ઇંચ વરસાદ છે. તથા વલસાડ, ચીખલી, કામરેજમાં 2 ઇંચ સુધીનો વરસાદ સાથે સુરત શહેર, પારડી, મહુવા, પલસાણામાં દોઢ ઇંચ વરસાદ આવ્યો છે. 14 તાલુકામાં 1 ઇંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે. અન્ય તાલુકામાં અડધો ઇંચથી સામાન્ય વરસાદ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 39 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો

હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 39 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નવસારીમાં છેલ્લા 4 કલાકમાં 4.06 ઇંચથી વધુ વરસાદ થયો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં 2.4 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ, ડાંગના આહવા, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને નવસારીના જલાલપુર તાલુકામાં 1.42-1.42 ઇંચ, વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain: આગામી 1 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશન સિસ્ટમને કારણે, ગુજરાતમાં આગામી 1 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં આકાર પામેલ ડિપ્રેશન અને લા નીનોની અસરને કારણે, ગુજરાત રાજ્યમાં આગામી 1 નવેમ્બર સુધી વરસાદ વરસતો રહેશે. અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમને કારણે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ રહેવાની સંભાવના છે. મુંબઈથી આ વરસાદી સિસ્ટમની શરૂઆત થઈને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ અસર કરતી જણાશે. જેના કારણે આ જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

પશ્ચિમ બંગાળના સમુદ્રમાં પણ એક વરસાદી સિસ્ટમ બની રહી છે

ગુજરાતના અનેક જિલ્લાઓમા ફકત વરસાદ જ નહીં, પરંતુ ભારે પવન ફૂંકાવવાની સંભાવના રહેલી છે. પશ્ચિમ બંગાળના સમુદ્રમાં પણ એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જેની અસર 5 નવેમ્બર પછી ગુજરાતમાં જોવા મળી શકે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં પણ વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Gujarati Top News : આજે 26 ઓક્ટોબર 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

 

Tags :
Ahmedabadgujarat rainrainfellunseasonal rain
Next Article