Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

દક્ષિણ ગુજરાતના ભાગોમાં 13 જૂનથી વરસાદ પડી શકે છે તથા આગામી 14 અને 15 તારીખે હળવો વરસાદ થશે
gujarat rain   આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે  જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી
Advertisement
  • દક્ષિણ ગુજરાતના ભાગોમાં 13 જૂનથી વરસાદ પડી શકે
  • આગામી 14 અને 15 તારીખે હળવો વરસાદ થશે
  • 16 થી 24 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે

Gujarat Rain : આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 13 જૂનથી વરસાદ પડી શકે છે. તથા આગામી 14 અને 15 તારીખે હળવો વરસાદ થશે. 16 થી 24 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડશે. તેમજ પંચમહાલના ભાગો અને ઉત્તર અને દક્ષિણના ભાગોમાં વરસાદ પડશે. અને નવસારી, સુરત, તાપી, ભરૂચમાં વરસાદ થવાની શક્યતા છે.

જૂન મહિનાની ગરમીને ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવવામાં આવે છે

ભારતમાં એક તરફ જાણકારો દ્વારા જૂન મહિનાની ગરમીને ગ્લોબલ વોર્મિંગની અસર ગણાવવામાં આવે છે ત્યાં બીજી તરફ નૌતપા દરમિયાન ગરમી ન પડવાને પણ સામાન્ય સંકેત ગણાવાય છે. હવામાન વિભાગનું માનવું છે કે, નૌતપા દરમિયાન વરસાદ પડવો તે સામાન્ય ઘટના છે. ઘણા વર્ષોથી ચોમાસાની પેટર્ન બદલાઈ છે અને મે મહિનાના અંતમાં પ્રિમોન્સુન એક્ટિવિટીના કારણે દેશના વિવિધ ભાગમાં વરસાદ પડે છે. આ વખતે પણ તેવી જ રીતે ચોમાસું વહેલું આવી ગયું છે અને વરસાદ શરૂ થઈ ગયો છે. ચોમાસું આગળ વધતું અટકી ગયું છે અને સાઉથમાં જ સ્થિર થઈ ગયું છે તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાના જ સંકેત છે.

Advertisement

નૌતપામાં જમીન તપે નહીં તો વરસાદ સારો આવે જ નહીં.

બીજી તરફ ગ્રામીણ ભારતના લોકો માને છે કે, નૌતપામાં જમીન તપે નહીં તો વરસાદ સારો આવે જ નહીં. સદીઓથી ભારતીય ગ્રામીણ ખેતી પરંપરા નૌતપાને મહત્ત્વ આપે છે. લોકો માને છે કે, નૌતપા જેટલો તપે તેટલો વરસાદ સારો અને નૈતપા જેટલો ઠંડો તેટલું ચોમાસું ખરાબ. હવે માન્યતાઓ અને વિજ્ઞાન વચ્ચે ગજગ્રાહ છે પણ અન્ય વાસ્તવિકતા એવી પણ છે કે, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદુષણ ઋતુચક્ર તો ફેરવી જ નાખ્યું છે. આ વખતે નૌતપા ઉપર નજર કરીએ તો દેશમાં સરેરાશ તાપમાન 5 ડિગ્રી વધવાની જગ્યાએ ઘટી ગયું હતું. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં ઘણા દિવસો સુધી સરેરાશ તાપમાન 45-46 ડિગ્રી નોંધાતું હોય તેની જગ્યાએ 35થી 38 ડિગ્રી જ નોંધાયું. તેવી જ રીતે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢમાં મે મહિનામાં લુ વહેતી હોય છે તેના બદલે વાદળછાયું વાતાવરણ રહ્યું અને ઠંડા પવન વહેતા હતા.

Advertisement

ભારત સહિત દુનિયાભરના દેશોનું ઋતુચક્ર બદલાતું જાય છે જે ચિંતાજનક બાબત

દક્ષિણ ભારતમાં પ્રી મોનસુન એક્ટિવિટી મધ્ય મેમાં જ શરૂ થઈ ગઈ અને ચોમાસું પણ એક અઠવાડિયું વહેલું આવી ગયું. હવામાન ખાતાનું જ માનીએ તો નૌતપા દરમયાન દેશભરમાં સામાન્ય કરતા 29 ટકા વધારે વરસાદ નોંધાય છે. માન્યતા અને વિજ્ઞાન વચ્ચે જે મતભેદ હોય તે પણ વાસ્તવિકતા એ છે કે, ગ્લોબલ વોર્મિંગની અસર ગંભીર થતી જાય છે અને ભારત સહિત દુનિયાભરના દેશોનું ઋતુચક્ર બદલાતું જાય છે જે ચિંતાજનક બાબત છે.

આ પણ વાંચો: Accident : ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી

Tags :
Advertisement

.

×