Gujarat Rain: વરસાદે ફરી ગુજરાતને બાનમાં લીધું, જાણો ક્યા છે રેડ એલર્ટ
- Gujarat Rain: સવારે 10 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે
- દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ
- કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: વરસાદે ફરી ગુજરાતને બાનમાં લીધું છે. ચોમાસાની સિઝનનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં આજે સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ, ટ્રફ લાઈન પસાર થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે.
આજે બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર
આજે બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. સવારે 10 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસી શકે છે. તથાદ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં યલો એલર્ટ છે. સાથે જ કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. ગુજરાતમાં અત્યારસુધીમાં ચોમાસાની સિઝનનો 96 ટકા વરસાદ નોંધાયો છે.
અનેક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો
અનેક તાલુકાઓમાં તો 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, પરંતુ ત્યારબાદ પણ ચોમાસુ વિદાય લેવાની શક્યતા નહીવત્ છે. 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, ત્યારે નવરાત્રિ ટાણે પણ ચોમાસુ સક્રિય રહેવાની શક્યતા છે.
Gujarat Rain: સુરેન્દ્રનગર અને મોરબી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગના વેધર બુલેટિન પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેને પગલે વિભાગે આ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત રવિવાર માટે પાટણ, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર અને મોરબી ખાતે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તથા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને બોટાદના છૂટાંછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેને પગલે આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આ પણ વાંચો: Ahmedabad Rain: શહેરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વાસણા બેરેજના 27 ગેટ ખોલાયા