Gujarat Rain: ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો, જાણો ક્યા છે એલર્ટ
- જૂન મહિનાના વરસાદે પાછલા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે
- પખવાડિયામાં જ રાજ્યમાં સરેરાશ 11.35 ઈંચ વરસાદ આવ્યો
- જૂનમાં સરેરાશ 4થી 5 ઈંચ વરસાદ વરસતો હોય છે
Gujarat Rain: ચોમાસાના પ્રારંભે જ ગુજરાતમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. જેમાં જૂન મહિનાના વરસાદે પાછલા 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેમાં પખવાડિયામાં જ રાજ્યમાં સરેરાશ 11.35 ઈંચ વરસાદ આવ્યો છે. જૂનમાં સરેરાશ 4થી 5 ઈંચ વરસાદ વરસતો હોય છે. આંકડા પ્રમાણે રાજ્યમાં 44 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ થયો છે. ગત વર્ષની સરખામણીએ જૂનમાં 163 ટકા વધુ વરસાદ છે. વર્ષ 2024માં જૂનમાં સરેરાશ 4.60 ઈંચ વરસાદ હતો.
26 તાલુકા અને 2 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ
26 તાલુકા અને 2 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ છે. જૂનમાં સૌથી વધુ કપરાડામાં 43.76 ઈંચ વરસાદ વરસ્યો છે. બદલાયેલી વરસાદની પેટર્ન માટે અનેક કારણ જવાબદાર છે. સુકાભઠ્ઠ જિલ્લાઓમાં અતિભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. તથા જુલાઈમાં પણ પાછલા વર્ષનો વરસાદી રેકોર્ડ તૂટી શકે છે. રાજ્યના 16 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરાઈ છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે. જેમાં મહિસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ સાથે સુરત, નવસારી, વલસાડ તથા દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 38.84 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમા સરેરાશ 40.93 ટકા વરસાદ તથા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના 206 જળાશયમાં કુલ 51.36 ટકા જળસંગ્રહ છે. તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ 46.91 ટકા જળસંગ્રહ સાથે રાજ્યના 23 ડેમ હાઈએલર્ટ, 17 એલર્ટ, 19 વોર્નિંગ પર છે. વરસાદના કારણે રાજ્યમાં 11 ગામમાં વીજળી હાલ ગુલ થઇ છે. તથા 137 ફીડર બંધ, 96 પોલ તૂટ્યા, 12 ટ્રાન્સફોર્મરને અસર થઇ છે. જેમાં 1 નેશનલ હાઈવે, 2 સ્ટેટ હાઈવે, 89 પંચાયત માર્ગ બંધ થયા છે.
આ પણ વાંચો: Vadodara: વધુ એક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમામ બાળકો સુરક્ષિત: DCP પન્ના મોમાયા