Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : વિધિવત રીતે કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસ્યું, જાણો ગુજરાતમાં ક્યારે પહોંચશે અને શું છે વરસાદની આગાહી

કેરળમાં આ વખતે ચોમાસું 8 દિવસ વહેલું આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ચોમાસું વહેલી આવવાની આગાહી છે
gujarat rain   વિધિવત રીતે કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસ્યું  જાણો ગુજરાતમાં ક્યારે પહોંચશે અને શું છે વરસાદની આગાહી
Advertisement
  • કેરળમાં આ વખતે ચોમાસું 8 દિવસ વહેલું આવ્યું
  • ગુજરાતમાં પણ ચોમાસું વહેલી આવવાની આગાહી
  • ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું ચોમાસું આવી શકે

Gujarat Rain : વિધિવત રીતે કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસ્યુ છે. જેમાં હવામાન વિભાગે સત્તાવાર ચોમાસાની માહિતી આપી છે. કેરળમાં આ વખતે ચોમાસું 8 દિવસ વહેલું આવ્યું છે. ગુજરાતમાં પણ ચોમાસું વહેલી આવવાની આગાહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશન ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં પણ આઠ દિવસ વહેલું ચોમાસું આવી શકે છે.

કેન્દ્રીય હવામાન વિભાગે કરી સત્તાવાર રીતે જાહેરાત

આજે તારીખ 24 મે 2025 ના રોજ નેઋત્યનું ચોમાસું કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે જેની સત્તાવાર રીતે જાહેરાત કેન્દ્રીય હવામાન વિભાગે કરી છે. કેરળની અંદર સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનના રોજ આવતું હોય છે ઘણી વખત 24 કે 48 કલાક વહેલું પણ આવે છે. પણ આ વર્ષે ચોમાસું સમય કરતાં 8 દિવસ કેરળમાં વહેલું આવ્યું છે. જોકે આગળ હવામાન કેટલો સપોર્ટ કરે તેના પર આધાર રહેશે કે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તે નહિ. અથવા સામાન્યથી મોડું આવશે. કેરળની અંદર ભૂતકાળમાં પણ ઘણી વખત સમય કરતા વહેલું ચોમાસું આવેલું છે.

Advertisement

વલસાડ, વાપી સુધી ચોમાસું પહોંચી અનેક વખત નિષ્ક્રીય થયું

વલસાડ, વાપી સુધી ચોમાસું પહોંચી અનેક વખત નિષ્ક્રીય થયું છે. જ્યારે પણ મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાય ત્યારે 8થી 15 દિવસનો ગેપ પણ આવતો હોય છે. જો ચોમાસાને યોગ્ય હવામાન મળશે તો કેરળની જેમ ગુજરાતમાં પણ વહેલું ચોમાસું પ્રવેશી શકે. અત્યારે એવું અનુમાન છે કે કદાચ ગોવાથી લઈને મહારાષ્ટ્ર, મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રીય થઈ શકે છે. મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, શું થશે, એ તો સમય આવતાં ખ્યાલ આવશે.

Advertisement

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસા પહેલાંનો વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતો રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 26 મે સુધી સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 29 મે સુધી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ 'થંડર સ્ટ્રૉર્મ ઍક્ટિવિટી' થવાની શક્યતા છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વરસાદ આવતા પહેલાં ઝડપી પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો: Hallmark Gold jewelry : સોનું ખરીદતા પહેલા માત્ર હોલમાર્ક ન જુઓ, આ સરકારી એપ જુઓ, નહીં તો સોનાના નામે તાંબુ કે પિત્તળ ખરીદશો!

Tags :
Advertisement

.

×