Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇ રાજ્ય સરકાર એલર્ટ, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા

આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી
gujarat rain   અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇ રાજ્ય સરકાર એલર્ટ  લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા
Advertisement
  • આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
  • હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી
  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી ચિંતા

Gujarat Rain : અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને લઇ ગુજરાત સરકાર એલર્ટ થઇ છે. તેમજ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. તથા આગામી 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. તથા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી ચિંતા છે.

Advertisement

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તેમજ જૂનાગઢ માંગરોળના મદદનીશ મત્સ્યઉદ્યોગન નિયામક દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 25 તારીખ સુધી માછીમારોને દરિયામાં ન ખેડવા સૂચના છે. માછીમારોની તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી છે. તેમજ અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમની મુવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ તે મજબૂત લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે.

Advertisement

ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ

વાવાઝોડાનો ખતરો ટડ્યો તેવું માની શકાય છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડશે. તેમજ આની સૌથી વધુ અસરથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે. જેમાં 30 મે સુધી રાજ્યની અંદર વરસાદ ચાલુ રહેશે.

24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 51 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટ તાલુકામાં સૌથી વધુ 2.60 ઇંચ, અમરેલીના વડીયામાં 1.89 ઇંચ, સુરતના માંગરોળમાં 1.38 ઇંચ, આણંદના તારાપુર 1.02 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ અને પંચમહાલના મોરવા હડફ, હાંસોટ, વાગરા, ગોંડલ, ઝઘડીયા, રાણાવાવ અને ભેસાણમાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: PM Narendra Modi નો ગુજરાત પ્રવાસનો જાણો મિનિટ્સ ટુ મિનિટ્સ કાર્યક્રમ

Tags :
Advertisement

.

×