Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain Updat : શું હવે મેઘો લેશે આરામ ! પણ આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગુજરાત રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. જેમાં વરસાદી સિસ્ટમોની તીવ્રતામાં ઘટાડો થયો છે. તેથી આજે માત્ર ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ,...
gujarat rain updat   શું હવે મેઘો લેશે આરામ   પણ આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
Advertisement

ગુજરાત રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. જેમાં વરસાદી સિસ્ટમોની તીવ્રતામાં ઘટાડો થયો છે. તેથી આજે માત્ર ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

અમદાવાદ, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું
અમદાવાદ, પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા, જુનાગઢ, સોમનાથ, સુરતમાં યલો એલર્ટ છે. તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ પંચમહાલ, દાહોદ, ખેડા, મહેસાણામાં પણ યલો એલર્ટ છે. ગુજરાતના જળાશયોમાં સંગ્રહાયેલા પાણીની સ્થિતિની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયો કુલ સંગ્રહના 52.85 ટકા પાણી ભરાયેલુ છે. તો મધ્ય ગુજરાતના 17 જળાશયો 29.78 ટકા ભરાયા છે.

Advertisement

દક્ષિણ ગુજરાતના 13 ડેમ પાણીથી 35.57 ટકા ભરાયા

દક્ષિણ ગુજરાતના 13 ડેમ પાણીથી 35.57 ટકા ભરાયા છે. જેમાંથી એક ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઇ ગયો છે. કચ્છના 20 જળાશયો 63.70 ટકા ભરાઇ ગયા છે. જેમાંથી 7 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સૌરાષ્ટ્ર 141 જળાશયો 57.56 ટકા પાણીથી ભરાયા છે. જેમાંથી 18 ડેમ સંપૂર્ણ ભરાઇ ગયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની વાત કરીએ તો તે તેની જળ ક્ષમતાના 58.08 ટકા ભરાયો છે.

Advertisement

સમગ્ર ઉતર ગુજરાતમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસ્યો

સમગ્ર ઉતર ગુજરાતમાં સારો અને નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં પણ વરસાદ વરસ્યો હતો. જેના કારણે અંબાજીના બજારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. અંબાજીમાં વરસેલા વરસાદને પગલે, પાલનપુર હાઈવે ઉપર પણ પાણી ફરી વળ્યાં હતા. જેના કારણે વાહનચાલકો સહીતના લોકોને પારાવાર મુશ્કેલી અનુભવવી પડી હતી.

આપણ  વાંચો - ગોવાભાઈ રબારી બન્યા ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન..!

Tags :
Advertisement

.

×