Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે છે તેમજ દરિયા કિનારાના ભાગોમાં 34 ડીગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે
gujarat rain   હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી
Advertisement
  • આગામી 7 દિવસમાં ગરમી પણ પુષ્કળ પડવાની છે
  • 10 થી 12 જૂન સુધીમાં દ.ગુજરાતમાં ચોમાસુ શરૂ થશે
  • ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે છે

Gujarat Rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાતાવરણની આગાહી છે. જેમાં જણાવ્યું છે કે કેટલીક મોસમ પ્રણાલિકા આકાર લઈ રહી છે. તારીખ 17 પછી એક અપર વિંડ છે. જે દોઢ કિલોમીટરમાં ઉપરથી બંગાળ આવી બંગાળના ઉપસાગરમાં આવી પૂર્વ ભારતમાં આવી શકે છે. તથા 17 થી 19 માં એક સિસ્ટમ બની રહી છે. તેમાં આગામી 7 દિવસમાં ગરમી પણ પુષ્કળ પડવાની છે. જેમાં ઉત્તર ભારતમાં 43 ડિગ્રી અને ગુજરાતમાં 40 ડીગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે.

ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે છે

સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થઈ શકે છે. તેમજ દરિયા કિનારાના ભાગોમાં 34 ડીગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. આ ઉપરાત ઉત્તર ભારતમાં સુકા પવનો ફૂંકશે જેના કારણે વરસાદ થતો નથી. સૂકા પવનો ફૂંકાવાના કારણે ચોમાસામાં બ્રેક પડે છે. અરબ સાગરના ભેજના કારણે આગામી 6 થી 7 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ભારત અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની સંભાવના છે. ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ 41 ડિગ્રી જેટલું રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગરમીનું પ્રમાણ 38 થી 39 ડિગ્રી જેટલું રહેશે.

Advertisement

ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે

ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે. તથા દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી જેટલું રહેશે. તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમા 34 ડિગ્રી જેટલું તાપમાન રહેશે. તારીખ 14 થી 19 જૂન સુધીમાં દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમના કારણે કર્ણાટકમાં ભારે વરસાદ પડશે. તથા મુંબઈ મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે. 10 થી 12 જૂન સુધીમાં દ.ગુજરાતમાં ચોમાસુ શરૂ થશે તથા 13 જૂન બાદ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થશે. તારીખ 14 જૂન થી 20 જૂન સુધીમાં પૂર્વ ભારતના ભાગોમાં અતી ભારે વરસાદ થશે. 22 જૂન સુધીમાં ચોમાસુ ગુજરાત અને ઉત્તર ભારતમાં આવરી લેશે. તેમજ 21 થી 30 જૂન સુધી ગુજરાતમાં વરસાદ થશે.

Advertisement

આ પણ વાંચો: Surat : વરિયાવ બ્રિજ પરથી કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

Tags :
Advertisement

.

×