Gujarat Rain: ગરબાના પાસ લેતા પહેલા અંબાલાલ કાકાને સાંભળી લો...
- Gujarat Rain: ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી કરાઇ
- જૂનાગઢ, અમરેલી, પોરબંદરના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી
- મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
Gujarat Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી છે. જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને દ્વારકાના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જામનગર, ખંભાળિયા, જોડીયા વરસાદની શક્યતા છે. તથા પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
કચ્છના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે
કચ્છના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં બપોર બાદ વરસાદી ઝાપટા પડી શકે છે. રાત્રે કોઈ કોઈ ભાગમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
Gujarat Rain: ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં વરસાદી ઝાપટાની શક્યતા
ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં વરસાદી ઝાપટાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ 4 થી 6 ઓક્ટોબર દરમિયાન બનશે. જેમાં ઉત્તર પૂર્વિય ભાગો તરફ તેની અસર થશે. ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. તથા 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાનું જોર પકડતા રાજ્યમાં વરસાદની વિદાય થશે.
મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે
29 થી 30 તારીખ સુધીમાં જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેમજ પાટણ, સમી, હારીજ, કલોલ, માણસા, કડી, બેચરાજી, વડનગર, સિદ્ધપુર, પાલનપુર, હિંમતનગર, પ્રાંતિજ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વડોદરા, બોડેલી, કરજણ, તારાપુર, સોજીત્રા, ભરૂચ, જંબુસર, વડોદરા અને ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.
આ પણ વાંચો: કોંગ્રેસના નેતા Rahul Gandhi ને જાનથી મારી નાખવાની ધમકી, કેસી વેણુગોપાલે અમિત શાહને પત્ર લખ્યો