'રાહત પેકેજને લઈને સરકારે ખેડૂતો સાથે મજાક કરી' - લલિત વસોયા
- રાજ્ય સરકારે મહત્તમ રાહત પેકેજની ઘોષણા કરી
- સરકારના રાહત પેકેજ સામે વિરોધનો સૂર ઉઠ્યો
- ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આવ્યા મેદાને
Gujarat Relief Package : રાજ્યમાં કમોસમી વરસાદનો માર વેઠનાર ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું માતબર રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ રાહત પેકેજને લઇને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા (Dhoraji Ex.MLA Lalit Vasoya) દ્વારા સરકારે ખેડૂતો જોડે મજાક કરી હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે, રાહત પેકેજ અંગે અસંતોષ વ્યક્ત કરનારા આ પહેલા વ્યક્તિ નથી. અગાઉ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અને અમરેલી જિલ્લા ભાજપના ચેતનભાઇ માલાણીએ વિરોધનો સૂર ઉઠાવ્યો છે. તે પૈકી ચેતનભાઇ માલાણીએ તો રાજીનામું આપવા સુધીનું ચોંકાવનારૂ પગલું ભર્યું છે. જેને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિઘે ફક્ત રૂ. 3500 ની જાહેરાત
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ (Dhoraji Ex.MLA Lalit Vasoya) કહ્યું કે, રાહત પેકેજને લઇને સરકારે ખેડૂતો જોડે મજાક કરી છે. સરકારે જાહેરાત કરેલું પેકેજ પુરતુ નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, સરકારે જાહેર કરેલું પેકેજ અપુરતું છે. જેમાં એક હેક્ટર દિઠ એટલે કે સવા છ વીગાએ ખેડૂતને રૂ. 22 હજારની જાહેરાત કરવામાં આવી છે. ગણતરી કરીએ તો વીઘે ફક્ત રૂ. 3500 ની જાહેરાત છે.
ખેડૂતોના દેવા નાબુદ કરી દેવા જોઇએ
તેમણે (Dhoraji Ex.MLA Lalit Vasoya) વધુમાં જણાવ્યું કે, જેમાં માત્ર રૂ. 3500 તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચ થાય છે. ક્યાંકને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે, અમે રૂ. 10 હજાર કરોડનું ઐતિહાસીક પેકેજ આપ્યું છે. ખરેખર તો, સૌથી વધારે કમોસમી વરસાદ, ક્યાંક 10 - 15 ઇંચ વરસાદ પડ્યો છે. ખેડૂતોને ભારે નુકશાન થયું છે. સરકારે સંપૂર્ણ રીતે ખેડૂતોના દેવા નાબુદ કરી દેવા જોઇએ. જ્યાં સુધી નાબુદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો અને અમે સૌ ખેડૂતો માટે લડતા રહીશું.
આ પણ વાંચો ------ Gujarat Relief Package : રાજ્ય સરકારના સહાય પેકેજ સામે ભાજપ નેતાને જ વાંધો!