ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Junagadh : 'દેવું માફ નહિ થાય તો કોઈપણ રાજકીય પક્ષને ગામમાં ઘૂસવા દઈશું નહિ' - ખેડૂત

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જૂનાગઢના મેંદરડાના ખાળપિપળી ગામને ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે, આજથી હું વચન લઉં છું કે, વર્ષ 2027 માં અને તે પહેલા જે કોઇ ચૂંટણીઓ આવતી હશે, તેમાં અમારા ગામમાં રાજકીય પક્ષોને ઘૂસવા દઇશું નહીં. અમને યુદ્ધના ધોરણે સરકાર અમારૂ દેવું માફ કરે. મીડિયા અમારી નુકશાની, અમારી હાલની સ્થિતી સરકારને બતાવો.
01:24 PM Nov 08, 2025 IST | PARTH PANDYA
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જૂનાગઢના મેંદરડાના ખાળપિપળી ગામને ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે, આજથી હું વચન લઉં છું કે, વર્ષ 2027 માં અને તે પહેલા જે કોઇ ચૂંટણીઓ આવતી હશે, તેમાં અમારા ગામમાં રાજકીય પક્ષોને ઘૂસવા દઇશું નહીં. અમને યુદ્ધના ધોરણે સરકાર અમારૂ દેવું માફ કરે. મીડિયા અમારી નુકશાની, અમારી હાલની સ્થિતી સરકારને બતાવો.

Junagadh : રાજ્યમાં કમોસમી વરસાદનો માર વેઠનાર ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની (CM Bhupendra Bhai Patel) સરકાર દ્વારા રૂ. 10 હજાર કરોડનું માતબર રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજ રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, હવે રાહત પેકેજનો વિરોધ સામે આવી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા વિરોધનો સૂર ઉચ્ચાર્યા બાદ, જૂનાગઢના મેંદરડાના ખાળપિપળી ગામે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. ખેડૂતોએ માંગણી ઉચ્ચારતા કહ્યું કે, દેવું માફ નહિ થાય તો કોઈપણ રાજકીય પક્ષને ગામમાં ઘૂસવા દઈશું નહિ.

મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકશાન

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલા રૂ. 10 હજાર કરોડના રાહત પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જૂનાગઢના મેંદરડાના ખાળપિપળી ગામને ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે (Junagadh Farmer Ask Loan Waiver), આજથી હું વચન લઉં છું કે, વર્ષ 2027 માં અને તે પહેલા જે કોઇ ચૂંટણીઓ આવતી હશે, તેમાં અમારા ગામમાં રાજકીય પક્ષોને ઘૂસવા દઇશું નહીં. અમને યુદ્ધના ધોરણે સરકાર અમારૂ દેવું માફ કરે. મીડિયા અમારી નુકશાની, અમારી હાલની સ્થિતી સરકારને બતાવો. નોંધનીય છે કે, આ વિસ્તારમાં ખેડૂતોને મગફળી, કપાસ અને સોયાબીન સહિતના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. હવે દેવા માફીને લઇને ખેડૂતો આકરા પાણીએ થયા છે. અને ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર અને રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂતોના હિતમાં દેવા માફીની માંગણી

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં રાહત પેકેજને ઐતિસાહીક ગણાવવામાં આવી રહ્યું છે. જો કે, આ પેકેજને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાદ હવે ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. વિરોધ કર્તા તમામનું કહેવું છે કે, આ પેકેજ યોગ્ય નથી. મોટા ભાગના લોકો ખેડૂતોના હિતમાં દેવા માફીની માંગણી કરી રહ્યા છે. હવે આ મામલાનો વિરોધ આગળ જતા શાંત થાય છે, કે ઉગ્ર બને છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો -----  'રાહત પેકેજને લઈને સરકારે ખેડૂતો સાથે મજાક કરી' - લલિત વસોયા

Tags :
FarmersFarmersReliefPackageGujaratGujaratFirstGujaratGovernmentJunagadhKhadpipliVillageMendardaPoliticalParty
Next Article