Gujarat Results of by-Election: વિસાવદરમાં ભાજપનો મોટો ઝટકો, AAPના ગોપાલ ઈટાલિયાની જીત
- ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પેટાચૂંટણી હાર્યા
- આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક જાળવી રાખી
- કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણીમાં થયો કારમો રકાસ
Gujarat Results of by-Election: વિસાવદરની પેટાચૂંટણીમાં AAPની ભવ્ય જીત થઇ છે. જેમાં AAPના ગોપાલ ઈટાલિયા વિસાવદરથી જીત્યા છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પેટાચૂંટણી હાર્યા છે. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક જાળવી રાખી છે. તેમજ કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણીમાં કારમો રકાસ થયો છે.
વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા 17,581 મતથી જીત્યા
વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઇ છે. જેમાં વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા 17,581 મતથી જીત્યા છે. તથા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 મત મળ્યા છે. તેમજ વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાને કુલ 75,906 મત મળ્યા છે. જેમાં કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં 5,491 મત મળ્યા છે.
ભાજપના પરાજ્યનાં કારણો
* વિસાવદર બેઠકમાં કિરીટ પટેલના ઉમેદવારનો હઠાગ્રહ ભારે પડ્યો
* આ બેઠકનાં મતદારોનો મિજાજ અલગ છે તેથી જ આખી સરકાર પ્રચારમાં ઉતરી પરંતુ મતદારો પહેલાની જેમ સત્તા વિરુદ્ધ રહ્યા
* ઇકોઝોન સહીત વનવિભાગ અને સિંચાઈ સહિત સૌની યોજના સહિતની ઉપેક્ષા ભાજપને ભારે પડી
* જયેશ રાદડિયાને કિરીટ પટેલનું સુકાન સંભાળ્યું તેથી પાટીદારોના એક ધાર્મિક સંસ્થા સહિત ભાજપના નેતાઓ ગમ્યું ના હોય એ પણ મહત્વનું કારણ
* જુનાગઢ જિલ્લા સહકારી બેન્કનાં કૌભાંડ ચૂંટણીમાં ગાજ્યા તે મુદ્દે ડેમેજ કન્ટ્રોલ થયું નહીં એ કારણ પરાજ્યનું ગણી શકાય
* આ બેઠક ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો લેઉવા પાટીદાર હોવાથી ઈતર સમાજના મતદારો નિર્ણાયક બન્યા તેને કારણે પરાજ્યની શક્યતા
* ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી સહિત કેટલાક નેતાઓ સાથે રહ્યા પણ મતદારોને આકર્ષિ શક્યા નથી
* કિરીટ પટેલે પ્રચાર સભામાં કહ્યું હતું મારા ભાઈ જયેશ રાદડિયાને મંત્રી બનાવવા છે આ મુદ્દો ભાજપમાં ઉકળતા ચરુ જેવો બન્યો
આ પણ વાંચો: Gujarat Results of by-Election: કડીમાં ભાજપ વન-વે, હારનું ઠીકરું કોંગ્રેસે EVM પર ફોડ્યું