Gujarat Rian: ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી
- ગીર સોમનાથ, વડોદરાના ભાગોમાં વરસાદ થઈ શકે છે
- પંચમહાલ, વડોદરામાં અતિભારે વરસાદ થઈ શકે
- અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના
Gujarat Rian: ચોમાસાને લઈ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસુ ગુજરાતની નજીક પહોંચ્યુ છે. 12 જૂન સુધીમાં મુંબઈમાં હળવો વરસાદ આવશે. તથા 10 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેમજ 12થી 15 જૂન દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. તથા અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં વરસાદ થશે.
ગીર સોમનાથ, વડોદરાના ભાગોમાં વરસાદ થઈ શકે
ગીર સોમનાથ, વડોદરાના ભાગોમાં વરસાદ થઈ શકે છે. 13થી 22 જૂન દરમિયાન પંચમહાલ, વડોદરામાં અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ આવવાની સંભાવના છે. 24 થી 30 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે. ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં સારો વરસાદ લાવશે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાશે.
તાપી, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે
આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ બે જિલ્લાને છોડીને વરસાદની શક્યતા નહિવત છે. આગામી દિવસોમાં છૂટછવાયો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસી શકે છે.
રાજકોટ અને જામનગરામાં વરસાદની કોઇ આગાહી નથી
ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી, સોમાનાથમાં હળવો વરસાદ થઇ શકે છે. વડોદરા, ખેડા આણંદ અમદાવાદ જિલ્લાના એકાદ ગામમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો: Visavadar By election: વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં સી.આર. પાટીલે ભાજપનો પ્રચાર શરૂ કર્યો