Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Farmer Registration: ગુજરાતમાં ઉનાળુ મગની ખરીદીનો પ્રારંભ, ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી શરૂ

ગુજરાતના ખેડૂતો માટે સમર્થન મૂલ્ય (MSP) પર પાક વેચવાની સુવર્ણ તક આવી છે. આગામી ૧૫ દિવસ સુધી ચાલનારી આ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં ખેડૂતો પોતાના ઉનાળુ મગના પાકને ટેકાના ભાવે વેચી શકશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આ આકર્ષક ભાવનો લાભ લેવા માટે કઈ તૈયારીઓ કરવી અને કયા પોર્ટલ પર જવું તે અંગેની સંપૂર્ણ વિગતો જાણો આજના અહેવાલમાં.
farmer registration  ગુજરાતમાં ઉનાળુ મગની ખરીદીનો પ્રારંભ  ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી શરૂ
Advertisement

Farmer Registration: ગુજરાતના ઉનાળુ મગ પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. રાજ્ય સરકારે વર્ષ 2025-26 માટે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. આ પ્રક્રિયા અંતર્ગત આવતીકાલ તા. 27 મે, 2026થી ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થશે. જે ખેડૂતો ટેકાના ભાવે મગનું વેચાણ કરવા માંગતા હોય, તેમણે ફરજિયાતપણે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Farmer Registration: ઈ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવી શકાશે

આ નોંધણી પ્રક્રિયા આગામી 10 જૂન, 2026 સુધી ચાલશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો પર જઈને VCE મારફતે વિનામૂલ્યે પોતાની નોંધણી કરાવી શકશે. નોંધણી માટે ખેડૂતનું બાયોમેટ્રીક અથવા ફેસ ઓથેન્ટીકેશન કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે 'ફાર્મર રજીસ્ટ્રેશન' અનિવાર્ય છે, જેમાં જમીનના તમામ સર્વે નંબરનો સમાવેશ કરવો જરૂરી છે.

Advertisement

Advertisement

‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત'  પર રજીસ્ટ્રેશન કરાવુ પડશે

ખેડૂતો ઓનલાઇન પોર્ટલ (gjfr.agristack.gov.in) અથવા ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઇલ એપ દ્વારા ઘરે બેઠા પણ રજીસ્ટ્રેશન કરી શકે છે. આ ઉપરાંત, ગ્રામસેવક કે CSC સેન્ટર્સ પર જઈને પણ ફોર્મ ભરી શકાય છે. રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ પોતાનું ઓળખ પત્ર, મોબાઈલ નંબર અને જમીનની વિગતો સાથે રાખવાની રહેશે. નોંધનીય છે કે, ભારત સરકારે ઉનાળુ મગ માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૮,૭૬૮નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે, જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

આ પણ વાંચો: Valsad ATS ની મોટી રેડ: ભંગારના ગોડાઉનમાંથી મળ્યું લાખોનું ડ્રગ્સ! બેની ધરપકડ

Tags :
Advertisement

.

×