Gujarat Election: ગુજરાતમાં રદ થયેલી તાલુકા પંચાયતની બેઠકો પર પેટાચૂંટણી, 24 મેએ મતદાન
- Gujarat Election: ઉમેદવારોના અવસાનથી રદ થયેલી ચૂંટણીની નવી તારીખ જાહેર!
- રાજ્ય ચૂંટણી આયોગે 24 મેના રોજ મતદાન યોજવાની કરી જાહેરાત
- વિજયનગર, બારડોલી અને બાવળા તાલુકા પંચાયતની બેઠકો પર યોજાશે જંગ
- 6 મેના રોજ સત્તાવાર નોટિફિકેશન અને 11 મે ફોર્મ ભરવાની અંતિમ તારીખ
- ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના નિધનથી ચૂંટણી પ્રક્રિયા થઈ હતી રદ
- 26 મેના રોજ મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના નામ થશે જાહેર
Gujarat Election: રાજ્યમાં વિવિધ કારણોસર અને ખાસ કરીને ઉમેદવારોના અકાળે અવસાનને કારણે રદ થયેલી તાલુકા પંચાયતની બેઠકો પર હવે ફરીથી ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી આયોગ (State Election Commission) દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ મુજબ આગામી 24 મેના રોજ મતદાન (Voting) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Gujarat Election: ફરીથી યોજવામાં આવશે ચૂંટણી
વિગતો મુજબ, વિજયનગર તાલુકા પંચાયતની ચિતરીયા બેઠક પર ભાજપના ઉમેદવાર (BJP Candidate) લીનાબેન નીનામાનું અવસાન થતા ત્યાં ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. તેવી જ રીતે, બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) ધર્મેશ રાઠોડ અને બાવળા તાલુકા પંચાયતની દહેગામડા બેઠક પર ભાજપના ઉમેદવાર જશીબેન ડાભીના નિધનથી ચૂંટણી રદ થઈ હતી
Gujarat State Election Commission notification
ઉમેદવારોના અવસાનથી રદ થયેલી ચૂંટણીની તારીખ જાહેર
રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી ચૂંટણીની તારીખ
6 મેએ નોટિફિકેશન થશે જાહેર
11 મે ઉમેદવાર પત્ર ભરવાનો અંતિમ દિવસ
12 મે ઉમેદવારી ફોર્મની થશે ચકાસણી
13 મે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ… pic.twitter.com/7ZR11McAkW— Gujarat First (@GujaratFirst) April 27, 2026
ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 મે
ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, 6 મેના રોજ ચૂંટણીનું નોટિફિકેશન (Official Notification) બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 મે રહેશે, જ્યારે 12 મેના રોજ ફોર્મની ચકાસણી (Scrutiny of Nomination) થશે. જે ઉમેદવારો પોતાનું નામ પરત ખેંચવા માંગતા હોય તેમના માટે 13 મે છેલ્લી તારીખ રહેશે. અંતે, 24 મેના રોજ સવારથી મતદાન યોજાશે અને 26 મેના રોજ મતગણતરી (Counting of Votes) હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સંબંધિત વિસ્તારોમાં રાજકીય ગરમાવો તેજ થયો છે અને પક્ષોએ ફરીથી પોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો; Ahmedabad: મેઘાણીનગરમાં બુટલેગરના આતંકથી યુવકે જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા વીડિયોમાં કર્યા ચોંકાવનારા ખુલાસા


